Gujarati News

Gujarati News

News of Saturday, 23rd December 2017

માત્ર નલિયા ૬.૮ ડીગ્રી, અન્યત્ર ઠંડી ઘટીઃ ઠાર છવાયો

રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં ગઇકાલથી જ તાપમાનનો પારો ઉંચો જતાં લોકોને રાહત મળીઃ વાદળા પણ ઘટયા

રાજકોટ તા. ૧૮ : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર - કચ્છમાં સર્વત્ર ઠંડીમાં ઘટાડો યથાવત છે અને લાંબા સમય બાદ ઠંડીમાંથી રાહત મળતા લોકોએ હાશકારો અનુભવ્યો છે.  ગયા સપ્તાહમાં લઘુત્તમ તાપમાનનો પારો નીચે ઉતરી જતા ઠંડીની વધુ અસર અનુભવાય રહી હતી અને લઘુત્તમ તાપમાનનો પારો ઉંચે આવી જતાં લોકોને ઠંડીમાં રાહત મળી છે.

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર - કચ્છમાં ગઇકાલથી જ તાપમાનનો પારો ઉંચે ચડવા લાગ્યો હતો અને ગરમી વધવા તાગી છે. વાદળા પણ ઘટયા છે અને ઠાર છવાયો છે તથા ઠંડીમાં ઘટાડો નોંધાયો છે.

આજે સૌથી નીચું તાપમાન કચ્છના નલીયામાં ૬.૮ ડિગ્રી, રાજકોટ ૧૬.૬ ડિગ્રી તાપમાન નોંધાયું છે.

જામનગર

જામનગર : શહેરનું તાપમાન ૨૬.૬ મહત્તમ, ૧૬.૨ લઘુત્તમ, ૭૧ ટકા વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૬૬ કિ.મી. પ્રતિ કલાક પવનની ઝડપ રહી હતી.

કયાં કેટલી ઠંડી

શહેર

લઘુત્તમ   તાપમાન

ડિગ્રી

નલીયા

૬.૮

,,

વલસાડ

૧૧.૧

,,

ભુજ

૧૧.૭

,,

ડીસા

૧૨.૭

,,

દિવ

૧૩.૮

,,

ન્યુ કંડલા

૧૪.૫

,,

વડોદરા

૧૫.૨

,,

ગાંધીનગર

૧૫.૫

,,

સુરત

૧૫.૬

,,

અમદાવાદ

૧૬.૧

,,

રાજકોટ

૧૬.૬

,,

ભાવનગર

૧૭.૪

,,

વલ્લભવિદ્યાનગર

૧૭.૫

,,

(11:31 am IST)