Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd November 2021

મોરબીના જુના બસ સ્ટેન્ડના પાર્કિંગમાંથી મોટર સાઈકલની ચોરી

મોરબીના જુના બસ સ્ટેન્ડના પાર્કિંગમાંથી મોટર સાઈકલની ચોરી થયાની ફરિયાદ મોરબી એ ડીવીઝન પોલીસમાં નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબીના દલવાડી સર્કલ નજીક મયુર પેલેસમાં રહેતા ક્રિપાલભાઈ રમણીકભાઈ મેંદપરા (ઉ.૨૪) ની મોટર સાઈકલ જીજે ૦૩ એચ પી ૮૫૩૩ કીમત રૂ.૨૦,૦૦૦ ગત તા.૧૦ ના રોજ મોરબીના જુના બસ સ્ટેન્ડના પાર્કિંગમાંથી કોઈ અજાણ્યો ઇસમ ચોરી કરી લઇ ગયો હોવાની ફરિયાદ મોરબી એ ડીવીઝન પોલીસમાં નોંધાઈ છે તો મોરબી એ ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(9:46 pm IST)