Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd November 2021

ખાનગી યુનિવર્સીટી દ્વારા ફ્રી શીપ કાર્ડ ચલાવવા અંગે રજૂઆત

ગોંડલ તા.૨૩ : ઙ્ગરાજય સરકાર નાં સામાજીક ન્યાય અને અધિકારી વિભાગ દ્વારા અનુસૂચિત જાતિ નાં વિદ્યાર્થીઓ માટે ઉચ્ચ અભ્યાસ કરવા માટે ફ્રી શીપ કાર્ડ યોજના અમલમાં છે પરંતુ ખાનગી યુનિવર્સિટી દ્વારા ફ્રી શીપ કાર્ડ ચલાવતા નો હોવા અંગે સામાજીક ન્યાય અને અધિકારી વિભાગ નાં મંત્રી પ્રદીપ પરમાર ને ગાંધીનગર ખાતે સામાજીક કાર્યકર નીતિન સાંડપા, ભુપત પરમાર, પ્રફુલ પારધી, ભરત લુણસીયા,સહિત નાં એ ખાનગી યુનિવર્સિટી દ્વારા મનદ્યડત ફી અનુસૂચિત જાતિ નાં વિદ્યાર્થીઓ પાસેથી ઉદ્યરાવતા હોવાની રજુઆત કરવામાં આવી છે

ઙ્ગગોંડલ પંથકના ઉપરોકત કાર્યકરોએ ગાંધીનગર ખાતે સમાજકલ્યાણ અને ન્યાય સમિતિના મંત્રી પ્રદીપ પરમારને રૂબરૂ રજુઆત કરી જણાવ્યુ હતુ કે અનુસૂચિત જાતિ નાં વિદ્યાર્થીઓ માટે ઉચ્ચ અભ્યાસ કરવા માટે ફ્રી શીપ કાર્ડ યોજના અમલમાં હોવા છતા આ યોજના અંતર્ગત અનુસૂચિત જાતિ નાં વિદ્યાર્થીઓ ને પ્રોફેશનલ કોર્ષ માં એડમિશન માટે કોઈપણ જાતની ફી ભરવાની થતી નથી વિદ્યાર્થીઓ ની ફી સરકાર દ્વારા શિષ્યવૃત્ત્િ। જેતે કોલેજ અને યુનિવર્સિટી ને આપવામાં આવે છે પરંતુ ખાનગી યુનિવર્સિટી અને સરકાર ના અધિકારી ઓના જરૂરી સંકલન નાં અભાવને કારણે વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ વંચિત રહે છે

ઙ્ગખાનગી યુનિવર્સિટી પોતાની મનદ્યડતથી ફી વિદ્યાર્થીઓ પાસે લેતાં હોય એફ.આર.સી ફી રેગ્યુલેશન કમિટી માં કોઈ પણ કોર્ષ ની ફી એપૃવ કરવાની થતી નથી તેમ છતાં વિદ્યાર્થીઓ પાસેથી ફી વસુલ કરવામાં આવે છે. આ ઉપરાંત અનુસૂચિત જાતિ નાં ઉમેદવારો માટે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે મળતી સહાય ની યોજનાઓ માં સુધારો કરવા તેમજ સેફટ નિફટ એન એમ યુ જેવી પરીક્ષા ની તૈયારી માટે કોચિંગ ફી સહાય વિદ્યાર્થીઓ દીઠ વીસ હજાર રૂપિયા ચૂકવવા તેમજ ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહ માં ૭૦ ટકા કે તેથી વધુ પ્રાત્રતા ધોરણ છે જયારે બિનઅનામત વર્ગના ઉમેદવારો માટે કોઈપણ પ્રવાહ માંઙ્ગ ધોરણ ૧૨ માં ૬૦ ટકા કે તેથી વધુ પાત્રતા ધોરણ હોય જેમનું જરૂરી સુધારો કરવા સામાજીક કાર્યકર નીતિન સાંડપા એ ધારદાર રજુઆત કરી હતી.

ગોંડલ ગણેશ મંદિર સંકષ્ટી અંગારકી ચતુર્થી ઉજવાય

લાલપુર પાસે આવેલ પંચવટી સોસાયટી માં બિરાજમાન શ્રી પાપા હરિ સિદ્ઘિ વિનાયક ગણેશ મંદિરે અંગારકી ચતુર્થીના વિશેષ શોભા, શણગાર અને પૂજા કરવામાં આવ્યા હતા સાંજના દીપમાળા સમૂહ આરતી સહિતના આયોજનો થયા હતા, અંગારકી ચતુર્થી અંગે મંદિરના પૂજારી હિતેશભાઈ દવેએ જણાવ્યું હતું કે અંગારક નામના ઋષિએ ગણેશજીની ઉપાસના કરી હતી જેઓને વદ ચોથના દિવસે ગણેશજી પ્રસન્ન થયા હતા ત્યારે તેઓએ પોતાનું નામ ગણેશજી સાથે જોડાય તેવા આશીર્વાદ માંગ્યા હતા તેથી આ ચોથ અંગારકી ચતુર્થી તરીકે જાણીતી થઈ હતો અંગારકી ચતુર્થીના દિવસે ઉપવાસ, અથર્વશીર્ષ ના પાઠ, ગણપતિ પાઠ અને પૂજા કરવાથી ફળદાયી નીવડે છે, જેઓને કુંડળીમાં મંગળદોષ, આર્થિક પ્રશ્ન, અંગારક યોગ અથવા કોઈ પણ કાર્યમાં બાધા આવતી હોય તે લોકો આ દિવસે શાંતિપાઠ કરે તો ચોક્કસ ફળ મળે છે.

પશુ વંધત્ય નિવારણ સારવાર

શિવરાજગઢ ખાતે દ્યનિષ્ટ પશુ સુધારણા યોજના રાજકોટ દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ'' અંતર્ગત પશુ વંધત્ય નિવારણ સારવાર કેમ્પ નું આયોજન કરવા માં આવેલ જેમાં ડો.સી.કે ભીમણી (મદદનીશ પશુપાલન નિયામક) તથા એમ.એસ. ચૌધરી (પશુ ધન નિરીક્ષક) તથા ડી.પી. સોલંકી તથા એમ. એમ. રાછડીયા એ પશુઓ ને નિદાન તથા સારવાર આપેલ. જેમાં ગાય , ભેંસ મળી ને કુલ ૬૫ પશુઓ ને સારવાર આપેલ. આ કેમ્પ ને સફળ બનાવવા સામાજિક કાર્યકર ચંદ્રેશ પંડ્યા , સરપંચ કિરીટભાઈ ભાનુભાઈ વોરા તથા તાલૂકા પંચાયત માજી પ્રમુખ ડી. કે. વોરા તથા મનોજભાઈ ડી. વોરા , ભૂમિત કે. વોરા આ કેમ્પ ને સફળ બનાવવા માટે સહયોગ મળેલ હતો.

(12:37 pm IST)