Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd November 2021

જામજોધપુરના પાટણમાં ૧ કરોડની વીજ ગેરરીતિમાં જવાબદાર અધિકારી સહિત ઉપર કડક પગલા લેવા ઉચ્ચ અધિકારીને રજૂઆત

જામજોધપુર, તા. ૨૩ :. તાલુકા પાટણ ગામે ખાણ વિસ્તારમાં વડોદરાથી વિજીલન્સ ટીમ ત્રાટકી અને બિનઅધિકૃત ટી.સી. ઉભુ કરી થતી વિજચોરી અંગે ૧ કરોડ ઉપરાંતનો દંડ ખાણ ધારકોને ફટકારાતા જેને લઈને આ પંથકમાં ચકચાર મચી જવા પામી છે. આ પ્રકરણને લઈને જામજોધપુરના જાગૃત નાગરીક હરેશ ચિત્રોડા દ્વારા જિલ્લા અધિકારીને પત્ર લખી આ અંગે યોગ્ય તપાસ કરી જવાબદાર અધિકારી વિરૂદ્ધ શિક્ષાત્મક પગલા ભરી યોગ્ય કાર્યવાહી કરવા રજૂઆત કરેલ છે કેમ કે ગેરકાયદેસર લગાવેલ ટ્રાન્સફોર્મરમાં ૧૧ કે.વી.નો પ્રવાહ જોડાયેલ હોય છે. જેમાં પીજીવીસીએલના અધિકારીના સહયોગ વિના આ ટ્રાન્સફોર્મર લગાવવું મુશ્કેલ છે તેમ જ આ વિજચોરી લાંબા સમય થયા થતી હોય કોઈ અધિકારીના ધ્યાનમાં કેમ ન આવ્યું, ૧ કરોડ જેટલી વિજચોરી વપરાશમાં વીજ લોશ કેમ ધ્યાને ન આવ્યો ? વીજચોરી કૌભાંડની સ્થાનિક અધિકારીને શું ગંધ ન હોય કે પછી કયાંક વીજ અધિકારીની મીઠી નજર તળે જ આ કૌભાંડ આચરવામાં આવેલ જેમની યોગ્ય તપાસ કરી જવાબદારો સામે પગલા લેવા માંગ કરાઈ છે.

(12:42 pm IST)