Gujarati News

Gujarati News

News of Saturday, 23rd October 2021

તૌકતે વાવાઝોડા બાદ અમરેલી પંથકમાં ચાલતી ટ્રાન્‍સફોર્મર કામગીરી ઝડપી પૂર્ણ કરવા તાકિદ : નવા એમડી અરૂણકુમારે ચાર્જ સંભાળ્‍યો

કર્મચારીઓ - ઇજનેરોના પ્રશ્નો અંગે જાણકારી મેળવી કાર્યવાહી કરાશે : અન્‍ય પ્રશ્નો પણ જાણ્‍યા : મહારાષ્‍ટ્રના વતની એવા અરૂણકુમાર બરનવાલ શુધ્‍ધ ગુજરાતી બોલી જાણે છે : અકિલા સાથે વાતચીત

રાજકોટ તા. ૨૩ : રાજ્‍ય સરકારે પીજીવીસીએલના નવા એમડી તરીકે અરૂણકુમાર બરનવાલની ગઇકાલે નિમણૂંક કરતા તેઓએ આજે પોતાનો સવારે ૯.૪૫ કલાકે ચાર્જ સંભાળી લીધો હતો.
ચાર્જ સંભાળતા પહેલા ‘અકિલા' સાથેની વાતચીતમાં તેમણે જણાવ્‍યું હતું કે, પોતે ચાર્જ સંભાળ્‍યા બાદ તુર્ત જ અમરેલી જઇ રહ્યા છે, તૌકતે વાવાઝોડાએ વિનાશ સર્જયા બાદ અમરેલી શહેર - જિલ્લામાં ટ્રાન્‍સફોર્મર રીસ્‍ટોર તથા અન્‍ય ચાલતી કામગીરીના નિરિક્ષણ અર્થે તેઓ દોડી ગયા છે, કામગીરી ૩૧મી સુધીમાં પૂર્ણ કરવા તેમણે તાકીદ કરી હતી.
મહારાષ્‍ટ્રના વતની એવા શ્રી અરૂણકુમાર બરનવાલ અત્‍યંત શુધ્‍ધ ગુજરાતી બોલી જાણે છે, તેમના પિતાને સાયકલના પંચરની દુકાન હતી, સખત મહેનત કરી તેઓ ૨૦૧૮-૧૯ની બેચના આઇએએસ ઓફિસર બન્‍યા છે.
‘અકિલા'ને જણાવેલ કે, આજે ચાર્જ સંભાળ્‍યો છે, પરંતુ તેઓ સોમવારે વડોદરા અને મંગળવારે ગાંધીનગર જઇ રહ્યા છે, બુધવારથી વિધીવત ઓફિસમાં બેસશે. કર્મચારીઓ - ઇજનેરોના પ્રશ્નો, સૌરાષ્‍ટ્રમાં અમુક વિસ્‍તારમાં ખેડૂતોને અપાતી અપૂરતી વીજળી, વીજચોરી, રેવન્‍યુમાં વધારો, રાજકોટમાં ૨થી ૩ ડિવીઝનના બાયફરકેશન, નવા સબ સ્‍ટેશનો વિગેરે બાબતો હાથ ઉપર લેવાશે, તેમણે પત્રકારોને પણ ઉમેર્યું હતું કે, કોઇ મેજર પ્રશ્નો ધ્‍યાને ઓ તો ખાસ જણાવશો.

 

(11:57 am IST)