Gujarati News

Gujarati News

News of Saturday, 23rd October 2021

ભાણવડના મોટાગુંદા ગામે વાડીમાંથી અખાડો ઝડપાયોઃ જૂગાર રમતા રેલ્વે કર્મચારી સહિત ૬ ઝડપાયા

ખંભાળીયા : ભાણવડ તાલુકાના મોટાગુંદાગામની માઢસીમ વિસ્તારમાં આવેલ ધરમશીભાઇ મહાદેવભાઇ વીળજા પટેલ ઉ.૬૮ ધંધો ખેતી રહે. મોટાગુંદાગામ, ઘેટીયાપા, પોતાની ખેતીની જમીનમાં વાડીની ઓરડીમાં અખાડો ચલાવતા હોય રેઇડ કરી ર૧,૧૧૦ તથા મોબાઇલ ફોન નંગ-૬, કિ. ૬,૦૦૦ તથા વાહન મોટર સાયકલ -૪ કિ. રૂ. ૧,૦૦,૦૦૦ મળી કુલ રૂ. ૧,ર૭,૧૧૦ ના મુદામાલ સાથે (૧) ધરમશીભાઇ મહાદેવભાઇ વીળજા (ર) ધનજીભાઇ રામજીભાઇ પાડલીયા, પટેલ ઉ.૬ર રહે. મોટાગુંદા (૩) સેજાભાઇ નારણભાઇ ખીટ ભરવાડ ઉ.૬૦ ધંધો મજૂરી રહે. મોડકીગામ (૪) નરોતમભાઇ માવજીભાઇ જોષી બ્રાહ્મણ ઉ.પ૮ ધંધો રેલ્વેમાં નોકરી રહે. મોટી ગોપ (પ) કરશનભાઇ જેઠાભાઇ ઓડીયા રાજગોર બ્રાહ્મણ ઉ.૪૦, ધંધો મજૂરી રહે. હરીપરા ગુંદા, (૬) મુકેશભાઇ ભનુભાઇ નનેરા સગર ઉ.૪પ ધંધો ખેતી રહે. મોટીગોપ તા. જામજોધપુરને જૂગાર રમતા ઝડપી લીધા છે.

આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેકટર જે. એમ. ચાવડા, પો. સ. ઇ. એસ. વી. ગળચર, એ. એસ. આઇ. અજીતભાઇ બારોટ, સજુભા જાડેજા, કેશુરભાઇ ભાટીયા, દેવસીભાઇ ગોજીયા, વિપુલભાઇ ડાંગર, નરસીભાઇ સોનગરા, ધર્મેન્દ્રસિંહ ચુડાસમા પોલીસ હેડ કોન્સ. મસરીભાઇ આહીર, જેસલસિંહ જાડેજા, સહદેવસિંહ જાડેજા, ભરતભાઇ ચાવડા, અરજણભાઇ મારૂ, બલભદ્રસિંહ ગોહીલ, બોઘાભાઇ કેશરીયા, જીતુભાઇ હુણ, લખમણભાઇ પીંડારીયા, હસમુખભાઇ કટારા તથા વિશ્વદીપસિંહ જાડેજા જોડાયા હતાં.

(11:50 am IST)