Gujarati News

Gujarati News

News of Friday, 23rd October 2020

હવે સી.આર. પાટીલ કાલે કચ્છ આવશે : બપોરે નખત્રાણામાં ભાજપનું કાર્યકરનું મિલન

અબડાસાની ચુંટણી દરમ્યાન ભાજપ પ્રદેશ પ્રમુખની મુલાકાત સુચક

ભુજ,તા.૨૩:  ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલનો કચ્છનો આજનો પ્રવાસ રદ્દ થયા બાદ હવે તેઓ આવતીકાલે શનિવારે કચ્છ આવી રહ્યા છે. તેઓ બપોરે ૨ વાગ્યે નખત્રાણામાં કચ્છ ભાજપના કાર્યકરો સાથે બેઠક યોજી સંગઠન અંગે માર્ગદર્શન આપશે. આ કાર્યકર મિલનમાં પ્રદેશ ભાજપના અન્ય અગ્રણીઓ તેમ જ કચ્છ ભાજપના અગ્રણીઓ, સંગઠનના હોદ્દેદારો, કાર્યકરો ઉપસ્થિત રહેશે. એવું ભાજપના મીડીયા ઇન્ચાર્જ દ્યનશ્યામ રસિકભાઈ ઠક્કરની યાદીમાં જણાવાયું છે.

કચ્છની અબડાસા વિધાનસભાની પેટા ચુંટણી દરમ્યાન કોંગ્રેસ છોડી ભાજપમાં આવેલા પ્રધ્યુમનસિંહ જાડેજા ઉમેદવાર તરીકે ચુંટણી લડી રહ્યા છે. વળી, પરંપરાગત કોંગ્રેસની આ બેઠક જીતવાનો ભાજપ સામે પડકાર છે. ત્યારે આ સંજોગોમાં તેમની કચ્છની મુલાકાત સુચક મનાઈ રહી છે. વળી, ઉપર સ્થાનિક સ્વરાજયની ચુંટણીઓ પણ છે.

(3:51 pm IST)