Gujarati News

Gujarati News

News of Friday, 23rd October 2020

પોલીસ કદાચ દારૂની બોટલો ગણી થાકતી હશે પણ બુટલેગરો થાકતા નથી !!

જામનગર લાલવાડીના વાડીમાંથી ૧૬૯૨ વિદેશી દારૂની બોટલ સાથે બે શખ્સો ઝડપાયાઃ ૩ ફરારઃ મોર્ડન માર્કેટમાં શેરનો ડબ્લો ચલાવતા ૩ ઝડપાયાઃ ૮ ફરારમોબાઇલ વડે મેચ પર જુગાર ખેલતા ૩ ઝડપાયાની સામે ત્રણ ફરાર પણ થતા પોલીસ ધંધે લાગી

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૨૩:  સીટી બી ડિવિઝનના પો.કો. નરેન્દ્રસિંહ ખુમાનસિંહ ઝાલાએ તા. રર ના રોજ લાલવાડી શેરી  નં. ર માં રહેતા જગદીશભાઈ રમણીકભાઈ સેલડીયા જાતે પટેલના કબ્જાવાળા ભાડાના વાડામાં રાખેલ ઇગ્લીશ દારૂની ૧૬૯ર બોટલ કિંમત રૂ. ૮,૪૬,૦૦૦ ની વેચાણ અર્થે રાખી મોબાઈલ–ર કિંમત રૂ. ર હજાર તથા દારૂની હેરફેર માટે રાખેલ બોલેરો મેક્ષી કિંમત રૂ. ૪ લાખ તથા ટાટા એસ કિંમત રૂ. ર.પ૦ લાખ મળી કુલ રૂ. ૧૪,૯૮,૦૦૦ ના મુદામાલ સાથે આરોપી જગદીશ રમણીકભાઈ સેલડીયા, મોસીન અબ્બાસભાઈ ખફીને ઝડપી પાડયા હતા જયારે મહમદઈકબાલ ઉર્ફે ટકો લતીફભાઈ ખફી અને અકબર સિદિક જુણેજા નાશી ગયા હતા.

સીટી બી ડિવિઝનના કે.વી.ચૌધરીએ તા. રર ના રોજ અંબર ટોકીઝ પાસે આવેલ મોર્ડન માર્કેટમાં ગ્રાઉન્ડ ફલોર ઓફીસ નં. ૬૩ માં આ કામેના આરોપી પરાગ દિલીપભાઈ હરવરા, રાજેશ ભીખુભાઈ મકવાણા અને પ્રદિપભાઈ હંસરાજભાઈ બુઘ્ધદેવએ કાયદેસરના લાયસન્સ કે પરવાનો મેળવ્યા વગર ગેરકાયદે રીતે આરોપીઓએ મોબાઈલ ફોન પર અલગ અલગ કંપનીઓના શેરના સોદાઓ કરી લેતી દેતી સ્ટોક એકચેન્જના સ્થળ તરીકે ઓફીસનો ઉપયોગ કરી માન્ય સભ્ય કે એજન્ટ નહી હોવા છતા કંપનીના શેરની લેતીદેતીના કરાર કરી તેવા સોદાઓમાં અન્ય આરોપીઓને જોઈન્ટ કરી શેરના ભાવ વધઘટ ઉપર હારજીત કરી સરકારશ્રીને આર્થિક નુકશાન કરી ગુન્હો કરતા રોકડ રૂ. ૩૦૭૭૦ તથા રૂ. ૪૧૪૦૦ ના મુદામાલ સાથે કુલ રૂ. ૭ર૧૭૦ સાથે ઝડપી પાડયા હતા જયારે અન્ય આઠ શખ્સો સામે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જોડીયા પોલીસ મથકના નિલેશભાઈ ગોવિંદભાઈ અઘેરાએ તા. રર ના રોજ જોડીયા તાલુકાના બેરાજા ગામે રનફેરનો જુગાર રમી રહેલા નિલેશસિંહ ઉર્ફે નિલ્યો ભીખુભા પરમાર, ભરતસિંહ વખતાજી પરમાર, ભીમાભાઈ ધારાભાઈ ટોયટા, વિશેષ ભાનુશાળી, સાહીલ કાદરભાઈ મોટલાણી, હિતેન્દ્રસિંહ ભીખુભા પરમારને રેઈડ દરમ્યાન રોકડ રૂ. ૧૦૯પ૦ તથા મોબાઈલ કિંમત રૂ. ૩પ૦૦ મળી કુલ રૂ. ૧૪૪પ૦ ના મુદામાલ સાથે ઝડપી પાડયા હતા.

કારખાનેદાર સામે મજૂર ધારાભંગ સબબ ગુન્હો નોંધાયો

 મદદનીશ શ્રમ આયુકતની કચેરીના ડી.ડી. રામીએ તા. ર૧ ના રોજ દરેડ ફેસ–ર માં આવેલ વિશાલ ચોકમાં રવિ પ્રોડકટસ નામનું કારખાનું ચલાવતા રવિકુમાર કેશવભાઈ નકુમ સામે ધી ચાઈલ્ડ લેબર (પ્રોહીબીશન એન્ડ રેગ્યુલેશન) એમેન્ડમેન્ટ એકટ–૧૯૮૬ કલમ ૩ હેઠળ ૧૪ વર્ષથી ઓછી ઉંમરના શ્રમયોગીને કામે રાખી તેની પાસે કામ કરાવી ગુન્હો આચરેલ છે જેથી તેની સામે પંચ બી પોલીસ મથકે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

રાંદલનગરમાંથી પાંચ બોટલ દારૂ સાથે એક ઝડપાયો

સીટી બી ડિવિઝન અજયભાઈ ભીમજીભાઈ ચાવડાએ તા. રર ના રોજ રાંદલમાતાના મંદિરની સામેની ફલોર મીલવાળી ગલીમાંથી આ કામેના આરોપી કલુભા ભાવસિંહ રાઠોડના રહેણાંક મકાનમાંથી ઇગ્લીશ દારૂની પ બોટલ કિંમત રૂ. રપ૦૦ સાથે ઝડપી પાડયો હતો જયારે આ બોટલ તેને આરોપી અજયસિંહ લઘધીરસિંહ પરમાર પાસેથી લીધેલ હોવાનું જણાવતા તેમની સામે પણ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બીમારી કંટાળી વૃઘ્ધે દવા પી આયખું ટુકાવ્યું

અહીં સ્વામી નારાયણનગર હાલાર હાઉસ પાછળ શેરી નં. પ માં રહેતા રોહીત ભરતભાઈ જેઠવા ઉ.વ. ૩પ એ પોલીસમાં મરણ જનાર ભરતભાઈ રણછોડભાઈ જેઠવા ઉ.વ. ૬૮ ને સ્વાદુપીંડની બીમારી હોય અને તેમના પેટમાં ખાવાનું ટકતું ન હોય જેની દવા ચાલુ હોય જેના કારણે કંટાળી જઈ તેમણે તળાવની પાળ ગેઈટ નં. ૭ ની સામે ઝેરી દવા પી જતા મરણ ગયેલ છે.

(12:55 pm IST)