Gujarati News

Gujarati News

News of Friday, 23rd October 2020

મોરબી-ટંકારા એસબીઆઈ બેંક સાથે ફ્રોર્ડ કરનાર ફ્રોડકરતી ગેંગનો સાગરિત ઝડપાયો

મોરબી,તા.૨૩ : એસબીઆઈ બેંકના એટીએમ મશીનો સાથે ચેડા કરી રૂપિયા ઉપાડી બેંક સાથે ફોર્ડ કરતી ઉતરપ્રદેશની ગેંગના સાગરિતને મોરબી એલસીબી ટીમે ઝપડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ મોરબી જીલ્લા પોલીસ વડા એસ આર ઓડેદરાના માર્ગદશન હેઠળ મોરબી એલસીબી પી આઈ વી બી જાડેજાની સુચનાથી એલસીબી સ્ટાફ શહેર વિસ્તારમાં આવેલ બેંકો તથા એટીએમ મશીનો પર વોચ રાખતા હોય દરમિયાન સ્ટાફના નિર્મળસિંહ જાડેજાને બાતમી મળેલ કે એક ઇસમ શહેર વિસ્તારમાં આવેલ એસબીઆઈ બેંક સંચાલિત અલગ અલગ એટીએમ મશીનો પાસે શંકાસ્પદ હાલતમાં આંટા મારે છે અને તેની પાસે ધણા બંધ એટીએમ કાર્ડ છે જેથી પોલીસ સ્ટાફ તપાસ કરતા મોરબીના જુના બસ સ્ટેન્ડ પાસે આવેલ એસબીઆઈ બેંક મશીન ખાતે પરપ્રાંતીય ઇસમ શંકાસ્પદ હાલતમાં મળી આવતા તેની પુછપરછ કરતા અને ઝડતી કરતા તેનીં પાસેથી સાત એસબીઆઈ એટીએમ કાર્ડ મળી આવતા તેની વધુ પુછપરછ કરતા મોરબી-ટંકારા વિસ્તારમાં આવેલ એટીએમ મશીનોમાંથી પોતાના મિત્રો સાથે મળીને એસબીઆઈ બેંકના અલગ અલગ એટીએમ મશીનોમાંથી કુલ ૪,૧૬,૫૦૦નું ટ્રાન્ઝેકશન કરેલ જે તમામ ટ્રાન્ઝેકશનની ઓનલાઈન ફરિયાદ બેંકમાં કરેલ હોય જે ફરિયાદના આધારે પોલીસે એ ડીવીઝન પોલીસ મથકમાં નોંધાયેલ ગુન્હામાં આરોપી શુભમ રાજુભાઈ શુકલાને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.અન્ય શીવન રાજેશ મિશ્રાનું નામ ખુલતા તેને ઝડપી પાડવા વધુ તપાસ હાથ ધરી છે.

તેમજ પોલીસે સાત એટીએમ કાર્ડ જપ્ત કર્યા છે તો આરોપી તથા તેનો મિત્ર બંને મળી એસબીઆઈ બેંકના ધારકોના એટીએમ કાર્ડ મેળવી મોરબી તથા ટંકારામાં અલગ અગલ સ્થળે આવેલ એટીએમ મશીનો પર જઈ ટ્રાન્ઝેકશન કરી પ્રોશેશ દરમિયાન મશીનમાં પૈસા કાઉન્ટ થતા હોય જે દરમિયાન પોતાના હાથ દ્વારા એટીએમ મશીન સાથે ચેડા કરી ટ્રાન્ઝેકશન એરર કરાવી અને રૂપિયા મશીનમાંથી નીકળેલ રોકડ રકમ મેળવી તે જ રકમની ટ્રાન્ઝેકશન ફેઈલ થયાની બેંકમાં ઓનલાઈન ફરિયાદી બેંક પાસેથી ફરીથી રકમ મેળવી બેંક સાથે ફોર્ડ કરવાની ટેવ વાળા છે.

બધુંનગર નજીક લોહીની ઉલટી થતા યુવાનનું મોત

મોરબીના બંધુનગર નજીકની ફોલેરેક્ષ નજીકની સિરામીકમાંર રહીને મજુરી કરતા ભુપેન્દ્ર રહેવાલ (ઉવ.૩૫) નામના શ્રમિક રાહુલ મદનસિંહ મેવાડને મળવા આવેલ જ્યાં લોહીની ઉલટી થતા તેનું મોત થયું હતું. મૃતદેહને પીએમ અર્થે સરકારી હોસ્પિટલે ખસેડી તાલુકા પોલીસે બનાવની વધુ તપાસ હાથ ધરી છે.

(12:51 pm IST)