Gujarati News

Gujarati News

News of Friday, 23rd October 2020

આપણે ભારતીઓ છીએ, મંદિરો માટે તો આપણને પ્રેમ છે પણ આજે વધારે જરુર છે જળ મંદિરોના નિર્મા્ણની.....શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામી SGVP ગુરુકુલ દ્વારા નાઘેર વિસ્તારમાં તૈયાર થયેલ : ચેક ડેમોનું નિરીક્ષણ કરતા સ્વામીજી

ઉના તા. ૨૩  હાલ વિશ્વસ્તરે કોરાના મહામારીનો પ્રકોપ વધી રહ્યો છે ત્યારે મહામારીનો પ્રકોપ શાંત થાય અને અને કોરોના રોગથી પીડાતા દર્દીઓ ઝડપથી સાજા થાય તેવા શુભ હેતુથી, શ્રી સ્વામિના્રાયણ ગુરુકુલ દ્રોણશ્વર ખાતે SGVP ગુરુકુલના શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામીના વ્યાસ પદે, નવરાત્રી દરમ્યાન દરરોજ રાતે ઓન લાઇન સત્સંગીજીવન ગ્રન્થની કથા ચાલી રહેલ છે.

   આજે ભારતમાં સૌથી મોટો પાણીનો પ્રશ્ન છે. આ પ્રશ્ન કુદરતે સર્જેલો નથી. માનવજાતે પોતાના અજ્ઞાન અને અણઆવડતને કારણે સર્જેલો છે. આડેધડ પાણીના દુરુપયોગથી ધરતીના પેટાળ નપાણિયા થઇ ગયા છે. આ માનવ સર્જીત દુષ્કાળની પરિસ્થિતમાંથી બહાર આવવા માટે માનવ જાતે અથાગ પ્રયત્ન કરવો પડશે.

   સ્વામી માધવપ્રિયદાસજીએ આ સમસ્યાને પારખી લીધી. એમણે કથા પરાયણોની સાથે સાથે ગ્રામ સભાઓ કરી જળ સંચય અભિયાનનો આરંભ કર્યો. ઉનાળાના ધોમધખતા તાપમાં ગામડે ગામડે ગ્રામ્ય સભાઓ કરી લોકોને જળ મંદિરો માટે જાગૃત કરતા કહ્યું ‘આપણે ભારતીઓ  છીએ, મંદિરો માટે તો આપણને પ્રેમ છે પણ આજે વધારે જરુર છે જળ મંદિરોના નિર્માણની’.

    સ્વામીજીના પ્રેરણાથી ચેક ડેમો માટે ‘જળમંદિર’ શબ્દ લોકોના હૈયે અને હોઠે રમવા લાગ્યો, જોત જોતામાં જળ સંચય અભિયાને લોકક્રાન્તિનું રુપ ધર્યું. અનેક સેવાભાવી સંસ્થાઓ આ અભિયાનમાં સક્રિય બની. સરકાર અને લોકોના સહકારથી ૧૦૮ ગામોમાં ૧૦૦૦ એક હજાર ચેક ડેમો -જળમંદિરોના નિર્માણ થયા.

   ઉના પંથકમાં સ્વામીજીના હસ્તે ૫૧ જેટલા ચેક ડેમો થયેલ છે.

માધવપ્રિયદાસજી સ્વામીએ નાઘેર--દ્રોણેશ્વર વિ્સ્તારના તાજેતરમાં ચેક ડેમોનું નિરીક્ષણ કર્યું હતું. ભરાયેલ ચેક ડેમો જોઇ સ્વામીજી ખૂબજ પ્રસન્ન થયા હતા.

(12:32 pm IST)