Gujarati News

Gujarati News

News of Friday, 23rd October 2020

ખીરસરા ૬૬ કે.વી સબ સ્ટેશનનો વીજ પુરવઠો વધુ સમય બંધ રહેતા ભારે હાલાકી

જેટકોએ નોટીસ સમયમાં ૩ કલાક બંધ રહેવા જાહેર કરેલ પરંતુ પુરવઠો છ કલાક બંધ રહ્યો

(બી.એમ. ગોસાઇ દ્વારા) ખીરસરા,તા.૨૨ :  ખીરસરા ગામે આવેલ ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લી.(જેટકો) રાજકોટ ડિવિઝન દ્વારા સટડાઉન આપવામાં આવેલ ખીરસરા જેટકોના મેટોડા ૬૬ કેવી ૬૬ કેવી સેન્ટર ૬૬ કેવી ખીરસરા  અગત્યની કામગીરી કરવાની હોવાથી તા.૨૧/૧૦/૨૦૨૦ ના સવારે ૭ થી ૧૪ કલાક માટે વિજપુરવઠો બંધ રહેવાની વર્તમાન પત્રમાં નોટીસ આપવા આવેલ પરંતુ મેટોડા જીઆઇડિસી નો વિજપુરવઠો સમયસર ૧૪ કલાક આસપાસ ચાલુ કરી દેવામાં આવેલ પરંતુ બુધવાર હોવાથી ફેકટરી માં રજાઓ હોય મંજુર વર્ગને રજાના અગત્યના કામમો જેવાકે દરણા દરવા બેંકના કામો ઇલેકટ્રોનિક ઉપકરણ રિપેરીગ કરાવવા કપડાં ઇસ્ત્રી કરવા જેવી કામગીરી વિજપુરવઠો બંધ રહેતા થયેલ નથી

અગત્યનુ કામ બેંકોનું જે લાઇટ ન હોવાના કારણે મેટોડા જીઆઇડીસીની તમામ બેંકોની કામગીરી બંધ રહેતા મજુરોવર્ગ તેમજ આજુબાજુના ગામડાના લોકો ન કરી શકાયા તેમજ ખીરસરા ૬૬ કેવી નો વિજ પુરવઠો સવારે ૭ થી બપોરના ૨ વાગ્યા સુધી મા કાર્યરત કરવાનું જાહેરનામું હતુ તેના બદલે સાજે સાડાપાંચ વાગ્યે  એટલે જાહેરનામા ના સમય કરતા સાડા ત્રણ કલાક મોડા રાજકોટ ગ્રામ્યના ધારાસભ્ય સાગઠીયાને ૬૬ કેવી ખીરસરાના વિજ ગ્રાહકોએ જાણકરતા ધારાસભ્ય લાખાભાઇ સાગઠીયા દ્વારા જેટકોના અધિકારીને જાણ કર્યા પછી વિજ પુરવઠો ચાલુ કરેલ

ખીરસરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમા પોલિયોના વેકિસન વિજપુરવઠો બંધ હોવાથી વેકિસન બગડવાની ભિતી મેડિકલ ઓફિસર દ્વારા વ્યકત કરવામાં આવેલ તેમજ ગામડાના લોકોના એક પણ કામો આજે દિવસ દરમિયાન વિજ પુરવઠો બંધ રહેવા ના કારણે થયેલ નથી સમય કરતા વધુ વિજ પુરવઠો બંધ રાખવાની મંજુરી અધિકારી એ લીધી છે કે નહીં? લિધેલછે તો કયા કારણે? જો મંજુરી લેવામાં નથી આ વિયો તો ગ્રાહકોને આટલી મુશ્કેલીનો સામાનો શા માટે કરવો પડ્યો સરકારના પ્રતિનિધિને વિજ ગ્રાહકોની મુશ્કેલીની ભલામણ અધિકારીને કરવાની નોબત આવી ત્યાર બાદ વિજ પુરવઠો ચાલુ કરવામાં આવેલ હોવાનું ગ્રામજનોએ રોષ સાથે જણાવ્યું હતું.

(11:41 am IST)