Gujarati News

Gujarati News

News of Friday, 23rd October 2020

ઓખા બંદરે યુવાન પર ચાર શખ્સોનો હુમલો

બચાવવા પડેલાં બે વ્યકિતને પણ મારમાર્યોઃ એટ્રોસીટી હેઠળ નોંધાતો ગુનો

ખંભાળિયા તા. ર૩: સુરજકરાડીના ઉદ્યોગનગરમાં રહેતાં મુકેશભાઇ ઉર્ફે મનુભાઇ દેવશીભાઇ વારસાકીયા (ઉ.વ. ૩૩) નામના અનુ. જાતિના યુવાનો દ્વારકા પોલીસ મથકમાં નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યું છે કે, ગઇકાલે હરીશભાઇ મનુભાઇ ખરા, ડાયાભાઇ હાજભાઇ લધા ઓખા આર.કે. બંદર પાસે આવેલી પાનની દુકાને ઉભા હતાં ત્યારે હકુભા માયાભા તથા જીતુભા સહિતના અન્ય બે શખ્સો પણ ત્યાં ઉભા હતાં અને તમે કોને પુછીને અહીં આવ્યાં છો? કહી અપમાનિત કરી ગાળો કાઢતાં ના પાડતાં ઉશ્કેરાઇ જઇ હકુભા અને જીતુભાએ પકડીર ાખ્યો હતો અને અન્ય બે અજાણ્યા શખ્સોએ ધોકા, લોખંડના પાઇપ વડે મારમારતાં હરીશભાઇ અને ડાયાભાઇ બચાવવા આવતાં તેમને પણ ધોકા વડે માર માર્યો હતો. પોલીસે ફરીયાદ પરથી ચાર શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે

(11:40 am IST)