Gujarati News

Gujarati News

News of Friday, 23rd October 2020

ધ્રાંગધ્રાના વસાડવામાં બોગસ તબીબ ઝડપાયો

વઢવાણ : સુરેન્દ્રનગર જીલ્લા પોલીસ અધિક્ષક મહેન્દ્ર બગડીયાના માર્ગદર્શન હેઠળ તથા એસ. ઓ. જી.ના પો. ઇન્સ. બી. એમ. રાણાની સુચના મુજબ એસ. ઓ. જી. સ્ટાફના એ.એસ.આઇ. ડાયાલાલ પટેલ, દાજીરાજસિંહ રાઠોડ, તથા પો. હેડ કોન્સ. રવીભાઇ ભરવાડ તથા મહીપતસિંહ મકવાણા તથા પી. સી. હરદેવસિંહ પરમાર ડ્રા. પો. કોન્સ. ક્રિપાલસિંહ રાઓલ વિ. સ્ટાફનાઓ સાથે ધ્રાંગધ્રા તાલુકા પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન હકિકત આધારે વસાડવા ગામમાં ગે. કા. રીતે કલીનીકમાં પ્રેકટીસ કરતો ડોકટર સ્મરજીત હરીપદ બીસવાસ રાજપૂત ઉ.૪૦ રહે. બીરા પોસ્ટ ધરાવતાના હોવા છતા સામાન્ય લોકોમાં ડોકટર તરીકે જાહેર કરી છેલ્લા પાંચ વર્ષથી પ્રેકટીશ કરતો હોય રેડ દરમ્યાન એલોપેથી દવાઓ કિંમત રૂપીયા પ૯૬૧૮.૬૭ ના મુદામાલ સાથે મળી આવેલ હોય ધ્રાંગધ્રા તાલુકા પો. સ્ટે. માં ધોરણસરની કાર્યવાહી કરવામાં આવેલ.

(11:38 am IST)