Gujarati News

Gujarati News

News of Friday, 23rd October 2020

કચ્છમાં રર કેસ, એકટીવ કેસ ઘટયાઃ ભાણવડમાં ૩ સહીત દ્વારકા જીલામાં પાંચ સામે પાંચ ડીસ્ચાર્જઃ ભાવનગર-૧૭, મોરબીમાં ૧૧ને કોરોના

રાજકોટ, તા., ૨૩: સૌરાષ્ટ્ર-કચ્છમાં કોરોનાના દર્દીઓ બહાર આવવાનું હજુ ચાલુ રહયું છે. કચ્છમાં બાવીસ કેસ નોંધાયા છે. જો કે એકટીવ કેસ ઘટયા છે. જો કે એકટીવ કેસ ઘટયા છે. મોરબી જીલ્લામાં પણ માત્ર ર૧ કેસ નોંધાયા છે. ભાણવડમાં ત્રણ સહીત દેવભુમી જીલ્લામાં પાંચ કેસ નોંધાતા સામે પાંચ ડીસ્ચાર્જ થયા છે અને ભાવનગરમાં વધુ ર૭ દર્દી કોરોનાના નોંધાવા પામ્યા છે.

કચ્છમાં કુલ દર્દીઓ ૨૬૩૯

ભુજ : કચ્છમાં તહેવારોની વચ્ચે કોરોનાના કેસોમાં થોડી રાહત છે. નવા કેસ અને મૃત્યુ આંક સાથે એકિટવ કેસ પણ કાબૂમાં છે. નવા ૨૨ કેસ સાથે કુલ કેસ ૨૬૨૯ થયા છે. જયારે એકટીવ કેસ ૨૭૬ છે. સાજા થનાર દર્દીઓ ૨૨૩૩ છે. મૃત્યુ પામનાર દર્દીઓનો આંક સરકારી ચોપડે ૭૦ છે. જયારે બિનસતાવાર મૃત્યુ આંક ૧૨૦ હોવાની આશંકા છે. કચ્છની મુખ્ય સરકારી હોસ્પીટલ અદાણી જીકે જનરલમાં કોવિડના દર્દીઓની સારવાર માટેના બેડની સંખ્યા વધારીને ૩૦૦ ની કરાઈ છે.

ખંભાળીયા

દેવભુમી દ્વારકા જિલ્લામાં ત્રણેક દિવસથી કોરોના પોઝીટીવના ૩-૪ કેસ તથા ડીસ્ચાર્જ ડબલ થતા હતા જે પછી ગઇકાલે નવા પોઝીટીવ તથા ડિસ્ચાર્જ બન્ને સરખા થયા છે!!

નવા પાંચ કોરોના પોઝેટીવ આવ્યા તેમાં ભાણવડમાંથી ત્રણ તથા ખંભાળીયા, કલ્યાણપુરમાં એક એક મળીને પાંચ થયા છે. જયારે દ્વારકામાં શુન્ય છે. જો કે સતત ચાર દિવસથી રોજ એક તાલુકો પોઝીટીવ કેસ વગરનો રહે છે. જે સારી બાબત મનાય છે.

નવા કેસોમાં ભાણવડમાં ભાણવડ શહેરમાં રણજીતપરા તથા લાખાણી સ્ટ્રીટમાં આવ્યા છે. જયારે કલ્યાણપુરમાં ગ્રામ્ય વિસ્તારમાં તથા ખંભાળીયામાં પરોડીયા વાડી વિસ્તારમાં નવો કેસ આવ્યો છે.

ત્રણ નવા કંટેટમેન્ટ ઝોન

ગઇકાલે દ્વારકા જિલ્લા કલેકટરશ્રી ડો. નરેન્દ્રકુમાર મીનાએ જાહેરનામું બહાર પાડીને દ્વારકામાં ચંદ્રભાગા શેરી તથા મોર્ડન રેસીડેન્સી તથા ભાણવડમાં પ્રકારના નગરના વિસ્તારને કંટેટમેન્ટ ઝોન જાહેર કરાયો છે.

ભાવનગરમાં ૮૬ દર્દીઓ સારવારમાં

ભાવનગરઃ  જિલ્લામા વધુ ૧૭ નવા કોરોના પોઝીટીવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા ૪,૬૫૩ થવા પામી છે. જેમાં ભાવનગર શહેરી વિસ્તારમા ૧૦ પુરૂષ અને ૩ સ્ત્રી મળી કુલ ૧૩ કેસો નોંધાયા છે. જયારે તાલુકાઓમા ઘોઘા તાલુકાના મામસા ગામ ખાતે ૧, સિહોર તાલુકાના ભૂતિયા ગામ ખાતે ૧, જેસર ખાતે ૧ તેમજ મહુવા તાલુકાના નેસવડ ગામ ખાતે ૧ કેસ મળી કુલ ૪ લોકોના કોરોના રીપોર્ટ પોઝિટિવ આવતા તેમને વધુ સારવાર માટે દાખલ કરવામા આવેલ છે.

 મહાનગરપાલિકા વિસ્તારના ૧૭ અને તાલુકાઓના ૪ એમ કુલ ૨૧ કોરોના પોઝિટિવ દર્દી કોરોનામુકત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે.

આમ જિલ્લામા નોંધાયેલા ૪,૬૫૩ કેસ પૈકી હાલ ૮૬ દર્દીઓ સારવાર હેઠળ છે. જયારે અત્યાર સુધીમા કુલ ૪,૪૯૨ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામા આવ્યા છે તેમજ જિલ્લામા ૬૮ દર્દીઓના અવસાન થયેલ છે.

મોરબી અને હળવદમાં ૧૫ દર્દીઓ સ્વસ્થ

મોરબી જીલ્લામાં કોરોના ના કેસો સતત દ્યટી રહ્યા હોય અને સામે રીકવરી રેટ સતત વધી રહ્યો હોય તેવી માહિતી આરોગ્ય વિભાગ દ્વારા આપવામાં આવી રહી છે મોરબી જીલ્લામાં કોરોના ના માત્ર ૧૧ કેસો નોંધાયા છે જયારે ૧૫ દર્દીઓ સ્વસ્થ થયા છે.

મોરબી જીલ્લામાં નવા કેસોમાં મોરબી તાલુકાના ૦૮ કેસમાં ૦૧ ગ્રામ્ય જયારે ૦૭ કેસો શહેરી વિસ્તારમાં તેમજ હળવદ તાલુકાના ૦૩ કેસોમાં ૦૨ ગ્રામ્ય અને ૦૧ શહેરી વિસ્તારમાં નોંધાયા છે જીલ્લામાં આજે ૧૧ નવા કેસો સામે ૧૫ દર્દીઓ સ્વસ્થ થયા છે નવા કેસો સાથે કુલ કેસનો આંક ૨૦૮૧ થયો છે જેમાં ૧૫૭ એકટીવ કેસ છે જયારે અત્યાર સુધીમાં કુલ ૧૮૦૭ દર્દીઓ રીકવર કરી ચૂકયા છે.

(11:34 am IST)