Gujarati News

Gujarati News

News of Friday, 23rd October 2020

મોરબીમાં બ્રિજેશ મેરજાને જીતાડવા જવાહરભાઇ-પુનમબેનનો ઝંઝાવાતી પ્રચાર

રાજકોટ : મોરબી માળીયા વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપના બ્રિજેશ મેરજાને વિજયી બનાવવા કેબીનેટ મંત્રી જવાહરભાઇ ચાવડા, સાંસદ પૂનમબેન માડમે ઝંઝાવાતી પ્રચાર કર્યો હતો. આ તકે જવાહરભાઇએ જણાવેલ કે ગામડાઓને કેનાલનું પાણી પહોંચતુ કરી મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ સળગતો પ્રશ્ન હલ કરી આપ્યો. ખેડુતો માટે ૩૭૦૦ કરોડનું પેકજ જાહેર કર્યુ. આ બધુ જોતા ભાજપની સિધ્ધી ઉડીને આંખે વળગે છે. ત્યારે બ્રીજેશભાઇ મેરજાને જંગી લીડ અપાવવા સૌ આગળ આવશે તે નિર્વિવાદ હકીકત છે. સાંસદ પૂનમબેન માડમે જણાવેલ કે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ સૌનો સાથ સૌનો વિકાસ મંત્ર સાથે દેશનો વિકાસ કર્યો છે. લોકો એ કેમ ભૂલી શકે? મોરબીમાં બ્રીજેશભાઇની જીત નિશ્ચિત છે. રાજકોટ જિલ્લા ભાજપ મહામંત્રી અને દહીંસરા સીટના ઇન્ચાર્જ ભાનુભાઇ મેતાએ કોંગ્રેસના જુથવાદ અને આંતરીક વિખવાદોનો ઉલ્લેખ કરી આકરા પ્રહારો કર્યા હતા. ભાનુભાઇના માર્ગદર્શન હેઠળ બગસરા, ભાવપર, બોળકા, મોટા દહીંસરા ૧-૨, સરવડ, વવાણીયાના ગ્રામ્ય વિસ્તારોમાં ખેડુત સંમેલનો યોજી શ્રી મેરજાને જીતાડવા અપીલ કરાઇ હતી. સંમેલનોમાં રાજયના કેબીનેટ મંત્રી જવાહરભાઇ ચાવડા, સાંસદ પૂનમબેન માડમ, જિલ્લા ભાજપ મહામંત્રી ભાનુભાઇ મેતા, મેઘપર તા.પં. સીટના ઇન્ચાર્જ ગૌતમભાઇ કાનગડ, દહીંસરા તા.પં. સીટના ઇન્ચાર્જ નાગદાનભાઇ ચાવડા, વવાણીયા તા.પં. સીટના ઇન્ચાર્જ હરેશભાઇ હેરભા, તાલુકા યુવા મોરચાના પ્રમુખ અને મોટા દહીસરા સીટના ઇન્ચાર્જ પ્રવીણભાઇ સેગલીયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા

(11:33 am IST)