Gujarati News

Gujarati News

News of Friday, 23rd October 2020

રાજય સરકાર દ્વારા દ્વારકાધીશ મંદિરની સુરક્ષા માટે નવુ પોલીસ દળ મંજૂર

જીલ્લા પોલીસ વડા સુનીલ જોષીએ નિરક્ષણ કર્યું: અધિકારીઓ સાથે બેઠક યોજી

દ્વારકાઃ જીલ્લા પોલીસવડા સુનીલ જોષીએ દ્વારકાધીશ મંદિરનું નિરીક્ષણ કર્યું હતું તે તસ્વીરમાં નજરે પડે છે. (તસ્વીરઃ દિપેશ સામાણી દ્વારકા)

(વિનુભાઇ સામાણી દ્વારા) દ્વારકા તા.ર૩ : દ્વારકાના જગત મંદિરની સુરક્ષા માટે હવે અલગ પોલીસ દળ રાખવાની જાહેરાત મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા સહિતની અધ્યક્ષતામા મળેલી બેઠક બાદ કરવામાં આવી હતી.

દેવભૂમિ દ્વારકા જીલ્લાના પોલીસ અધિક્ષક સુનીલ જોષીએ એસીસીએસટી સેલના ઉપઅધિક્ષક સમીર શારડાને મંદિરની નવી ટીમનો કાર્યભાર સોપ્યો છે.

દેવભૂમિ દ્વારકા જીલ્લા પોલીસ વડા સુનીલ જોષીએ રાજય સરકાર દ્વારા સલામતી સુરક્ષા માટે નવા બનાવાયેલા પોલીસ દળના અમલ માટે દ્વારકાધીશ મંદિરની મુલાકાત અધિકારી ગણ સાથે લીધી છે.

જીલ્લા પોલીસ વડ સુનીલ જોષી, ઇન્ચાર્જ ડીવાયએસપી સમીર શારડા તથા ઇન્ચાર્જ પી. આઇ. ગજેન્દ્રસિંહ ઝાલા વિગેરે એ મંદિરના વિવિધ ભાગોનું ત્થા વર્તમાન સુરક્ષા માટેની વિવિધ ભાગોનું ત્થા વર્તમાન સુરક્ષા માટેની સ્થિતીની જાણકારી મેળવી હતી.

મંદિરના મુખ્ય પ્રવેશ દ્વાર સ્વર્ગ દ્વાર મોક્ષા દ્વારા ત્થા મંદિર શિખરના ઉપરના મજલાઓ અને શારદાપીઠ, ભોગ ભંડાર, ગૃર્ભ ગૃહ, નિજ મંદિર ત્થા મંદિર પરિસરમાં આવેલ મંદિરોનું જાત નિરક્ષણ કર્યુ હતું.

(11:32 am IST)