Gujarati News

Gujarati News

News of Friday, 23rd October 2020

ખારચીયા, મકનપર, બાડપર ગામને જોડતા ડામર રોડ કામનું ખાર્તમુહૂર્ત કરતા ધારાસભ્ય સાગઠિયા

ખીરસરા : રાજકોટ ગ્રામ્યના મત વિસ્તારના રાજકોટ તાલુકાના ખારચીયા, મકનપર અને બાડપર ગામને ડામર રોડ તથા પુલના કામ રૂા. ૧ કરોડ ર૦ લાખના ખર્ચે મંજુર કરાવી તેનું ખાર્તમુહૂર્ત રાજકોટ ગ્રામ્યના ધારાસભ્ય લાખાભાઇ સાગઠિયાના હસ્તે કરવામાં આવ્યું. આ તકે જિલ્લા પંચાયત સભ્ય નિલેષભાઇ વિરાણી તથા તાલુકા પંચાયત સભ્ય ચેતનભાઇ પાણ અને તાલુકા ભાજપ પ્રમુખ વલ્લભભભાઇ શેખલીયા તથા મેરામભાઇ જળુ, નિર્મળભાઇ બકુત્રા, મુકેશભાઇ હોડથલી, વેલાભાઇ મુંધવા, ભગવાનભાઇ કુવાડીયા, વિલાષભાઇ ઢાંકેચા, અમરાભાઇ બકુત્રા, કુરજીભાઇ ગેગડિયા, દિનેશભાઇ તોગડિયા તથા ગામોના સરપંચશ્રીઓ તથા ગ્રામજનો હાજર રહ્યા હતા તે પ્રસંગની તસ્વીર (તસ્વીર : બી.એમ. ગોસાઇ)

(10:53 am IST)