Gujarati News

Gujarati News

News of Friday, 23rd October 2020

સાવરકુંડલાના મુસ્લિમ અગ્રણી હનીફભાઇ શેખાણી દ્વારા ગરીબોને રોકડ રકમની સહાય

(ઇકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલા,તા. ૨૩: કોઇ પણ વ્યકિત ગરીબોને દાન સહાય કે સખાવત કરે છે તે એણે નથી જતી અને કુદરત એકના દસ ગણા આપવા બંધાયેલો છે તેનો મોજુદનો દાખલો સાવરકુંડલામાં જોવા મળે છે.

સાવરકુંડલાના મુસ્લિમ અગ્રણી હનીફભાઈ મુસભાઈ શેખાણી જે પહેલા પોતે એકદમ ગરીબ સ્થિતિમાં હતા અને પોતાના પરિવારનું ગુજરાન માંડ માંડ ચલાવતા હતા પરંતુ હનીફભાઈ શેખાણી નો જીવ એવડો મોટો કે ગરીબોને કાંઈક ને કાંઈક આપતા હતા તેવાત કુદરતને પસંદ આવી આજે હનીફભાઈ શેખાણી શેઠ બની ગયા અને ગરીબોને કોય પણ તહેવારમાં રોકડ સહાય કરવા નું ભૂલતા નથી.

રમજાન હોય કે મોહરમ હોય કે ઇદે મિલલાદુ નબી હોય ત્યારે ગરીબોને ગોતી ગોતી ને રોકડ રકમની ખુલ્લા હાથે સખાવત કરે છે.

ગરીબો અને જરૂરિયાત મંદોને સહાય કે સખાવત કરવી તે હનીફભાઈ શેખાણીનો એક શોખનો વિષેય છે.

આ ઇદે મિલલાદુન્નાબીના અવસર પર ગરીબોને રોકડ રકમની સહાય કરતા તસ્વીરમાં દષ્ટિ ગોચર થાય છે.

(10:09 am IST)