Gujarati News

Gujarati News

News of Friday, 23rd October 2020

મોરબી પાસે બે લાખનો દારૂ ભરેલ કાર સાથે બે ઝડપાયા

મોરબી,તા. ૨૩: એલસીબી ટીમ એસ આર ઓડેદરના માર્ગદશન હેઠળ મોરબી-માળિયા મિયાણા વિસ્તારની સામાન્ય પેટા ચુંટણીની પ્રકિયા શાંતિપૂર્ણ માહોલમાં પૂરી થાય તે માટે પોલીસ ટીમ પેટ્રોલિંગ કરતી હોય દરમિયાન એલસીબી પી આઈ વી બી જાડેજાની સૂચનથી પોલીસ સ્ટાફ જયવંતસિંહ ગોહિલ, ભરતભાઈ મિયાત્રાને બાતમી મળેલ કે બોલેરો ગાડી આર જે ૪૬ જીએ ૦૯૬૮ વાળીમાં વિદેશી દારૂનો જથ્થો છુપાવીને સામખીયારીથી મોરબી તરફ આવનાર છે જેથી બાતમીના આધારે મોરબી કંડલા હાઈવે પર માળિયા ચેક પોસ્ટ નજીક એલસીબી ટીમ તપાસમાં હોય દરમિયાન આરોપી સુરેશ લાદુરામ કાવા અને દિનેશકુમાર જયકિશન ગોદારા બોલેરો પીકઅપ વાહનમાંથી વિદેશી દારૂનો જથ્થો છુપાવીને લઇ જતા હોવાથી તેને ઝડપી પાડી વિદેશી દારૂના પાઉંચ નંગ-૨૦૧૬ કીમત રૂ.૨,૦૧,૬૦૦ તથા બોલેરો પીકઅપ કીમત રૂ.૨,૦૦,૦૦૦ મોબાઈલ નંગ-૨ કીમત રૂ.૬૦૦૦ જપત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

ટંકારાના સજનપર ગામે જુગાર રમતા ત્રણ ઝડપાયા, ત્રણ ફરાર

ટંકારાના સજનપર ગામે સાગર ગૌશાળા પાસે જાહેરમાં જુગાર રમાતો હોય જે બાતમીને પગલે ટંકારા પોલીસે દરોડો કર્યો હતો જેમાં જુગાર રમતા ધર્મેન્દ્રસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા, પરષોતમભાઈ અમરશીભાઈ કારેલીયા અને સામતભાઈ કરશનભાઈ રબારી રહે ત્રણેય સજનપર વાળાને ઝડપી લઈને રોકડ રકમ રૂ ૧૬,૪૦૦ તેમજ બે મોટરસાયકલ કીમત રૂ ૩૦,૦૦૦ મળીને કુલ ૪૬,૪૦૦ નો મુદામાલ પોલીસે જપ્ત કર્યો હતો જયારે રેડ દરમીયાન આરોપી રસિકવન બાબુવન ગૌસ્વામી, મુકેશ લાલજી સાબરીયા રહે બંને સજનપર તેમજ હનીફ નુરા વકાલીયા રહે તીથવા તા. વાંકાનેર એમ ત્રણ આરોપી નાસી જતા તેની સામે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે

(10:07 am IST)