Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd October 2018

સાસણ વિસ્તારમાં ગેરકાયદે હોટલ - ફાર્મહાઉસમાં તંત્રના દરોડા

મહેસુલ, વન, પોલીસ અને પંચાયત વિભાગની ટીમોની સંયુકત કાર્યવાહી : બિનઅધિકૃત યુનિટોને અપાઇ નોટીસ : પર્યટકોને આવા અનધિકૃત અને ગેરકાયદે એકમોમાં ન રોકવા કરાયા માર્ગદર્શીત

જૂનાગઢ તા. ૨૩ : જૂનાગઢ જિલ્લામાં આવેલ સાસણ અને આસપાસમાં હરીપુર, ભાલછેલ, જેવા ગામોની સીમ વિસ્તારમાં ગેરકાયદેસર ચાલતી ૨૫ થી વધુ હોટલો/હોમ સ્ટે/આરામગૃહો/ રીસોર્ટની જિલ્લા કલકેટરશ્રી ડો. સૈારભ પારધી અને અધિક મુખ્ય સચિવશ્રી વનવિભાગનાં માર્ગદર્શન તળે ગઇ કાલે તા. ૨૦ ઓકટોબરે તપાસણી પ્રક્રીયા હાથ ધરવામાં આવી હતી.

જેમાં પ્રાંત અધિકારીશ્રી જે.સી.દલાલ, નાયબ વન સંરક્ષકશ્રી બૃહદગીરશ્રી પ્રદિપસીંહજી, નાયબ વન સંરક્ષકશ્રી ગીર પશ્વિમ શ્રી ધીરજ મિત્ત્।લની આગેવાનીમાં મહેસુલ વિભાગ, વનવિભાગ, પોલીસ વિભાગ, અને પચાયત વિભાગની ટીમો બનાવી સાસણ, ભાલછેલ, અને હરીપુર વિસ્તારનાં કુલ ૨૫ થી વધુ હોમ સ્ટે, હોટેલો, અને આરામગૃહો એકમોની તપાસણી કરી ધ્યાને આવેલ ગેરરીતી સબબ તમામ એકમોને નોટીસ આપવામાં આવેલ છે. તથા આ પ્રવાસીઓને આવી અનધિકૃત હોટલોમાં નહીં રોકાવા તથા ગેરકાયદેસર લાયન શો જેવી પ્રવૃતિઓમાં સામેલ નહીં થવા માહિતગાર કરવામાં આવ્યા હતા. આ એકમોમાં હોટલ ગીર કોટેજ વિલા, જંગલ હાઉસ, સીસોદીયા ફાર્મ, ટહુકો ફાર્મ વિગેરે જગ્યાઓનો સમાવેશ થાય છે. છેલ્લા  થોડા સમયથી ગીર જંગલ આસપાસના વિસ્તારોમાં શરૂ થયેલ ગેરકાયદે પ્રવૃતિઓને અંકુશમાં લાવવા માટે જિલ્લા કલેકટરશ્રી અને અધિક મુખ્ય સચિવ (વનવિભાગ)નાં માર્ગદર્શન તળે તમામ વિભાગો એક જુથ થઇને કાર્યવાહી કરી રહ્યા છે. તેમ મેંદરડા પ્રાંત અધિકારીશ્રી દ્વારા જણાવાયુ છે.

અત્રે ઉલ્લેખનિય છે કે ગીરનું જંગલ આખા વિશ્વમાં પ્રખ્યાત એશીયેટીક સિંહોનું એકમાત્ર રહેઠાણ હોય જેનું સંરક્ષણ કરવાનું અને હેબીટેડ અખંડ, અબાધીત અને આબાદ રાખવાની સૈાથી જરૂરી કામગીરી છે. વર્ષા ઋતુની સીઝન અને સિંહોનાં સંવર્ધન સમયનાં વેકેશન બાદ તા. ૧૬-૧૦-૨૦૧૮ થી પ્રવાસન પ્રવૃતિઓ શરૂ થઇ ગયેલ છે. જૂદા-જૂદા બહારનાં વિસ્તારમાંથી ઘણાં પ્રવાસીઓ ગીર વિસ્તારની મુલાકાત લઇ રહેલ છે.

ગીર અભ્યારણ્યની બોર્ડર ફરતે આવેલ મેંદરડા તાલુકામાં વિધિસર પરવાનગી મેળવ્યા વગર ગેરકાયદે વાણીજય હેતુ માટે ચાલતા યુનિટો જેવા કે હોટેલો, ટુરીસ્ટ લોઝ, ફાર્મ હાઉસ, ઉપર કાર્યવાહના ભાગરૂપે વનવિભાગ, રેવન્યુ વિભાગ, પોલીસ વિભાગ અને પંચાયત વિભાગ દ્વારા સઘન ચકાસણી હાથ ધરવામાં આવેલ છે. અનધિકૃત હોટેલોનાં લીસ્ટની પ્રાથમિક ચકાસણી કરતા ગેરકાયદેસર જણાતી હોટલોની તપાસણી કરવાની થાય છે. જે માટે અલગ અલગ વિભાગો દ્વારા અલગ-અલગ બાબતોની ચકાસણી કરવાની કાર્યવાહી કરવાની થાય છે. જેમ કે  મહેસુલ વિભાગ દ્વારા હોટલ લાયસન્સ ઈસ્યુ થયેલ છે કે કેમ? છેલ્લે કયાં સુધી રીન્યુઅલ કરવામાં આવ્યુ છે? તેમજ તાલુકા/જિલ્લા પંચાયત દ્વારા એકમોની બિનખેતી થયેલ છે કે કેમ ? તથા બાંધકામની મંજુરી મેળવેલ છે કે કેમ ? તેમજ વન વિભાગ દ્વારા અપાતી એન.ઓ.સી. અને આપેલ એન.ઓ.સી. રીન્યુઓ થયેલ છે કે કેમ ? તેમજ પોલીસ વિભાગે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી જળવાઇ રહેશે કે કેમ ? તે મૂજબ તા. ૨૦મી ઓકટોબરે સાસણ, ભાલછેલ અને હરીપુર આસ-પાસનાં ઉપક્રમો/સ્થળોની સંયુકત ચકાસણી કરવામાં આવી હતી. તેમજ રેવન્યુ  વિભાગ દ્વારા નોટીસ બજાવવામાં આવેલ છે. તા. ૨૨-૧૦-૨૦૧૮નાં રોજ તમામ પાસે ઉપલબ્ધ પૂરવા સાથે પ્રાંત કચેરી મેંદરડા ખાતે રજુ કરવા માટે જાણ કરવામાં આવેલ છે. ત્યારપછીધોરણસરની આગળની કાર્યવાહી કરવામાં આવશે. સંયુકત ચકાસણીની કામગીરી ઝુંબેશનાં ભાગરૂપે તમામ લાગુ વિસ્તારોમાં કરવાની થાય છે. જેમાં મોટાભાગે મેંદરડા, માળીયા હાટીના અને તાલાળા તાલુકામાં સરખી કામગીરી હાથ ધરાનાર છે.

વધુમાં ગીર વિસ્તારની મુલકાત લેનાર પ્રવાસીઓ આવા અનધિકૃત યુનિટો/એકમોમાં ના જાય, અને કાયદેસર નિયમ મૂજબ ચાલતા યુનિટો/એકમોમાં જ પ્રવાસન દરમ્યાન તેનો ઉપયોગ કરે તે બાબતે વધુ જાગૃતતા અને સમજ સાથે જવાબદારી પૂર્વક પ્રવાસન પ્રવૃતિઓ માટે નાયબ વન સંરક્ષકશ્રી ધિરજ મિત્તલ ગીર પશ્વિમ વન વિભાગ જુનાગઢની યાદીમાં જણાવાયુ છે.

(4:23 pm IST)
  • દિલ્હીઃ રાકેશ અસ્થાનાને હાઈકોર્ટની રાહત:આગામી સુનાવણી સુધી ધરપકડ નહીં:હાઈકોર્ટે CBI પાસેથી ગુરૂવાર સુધી જવાબ માંગ્યો access_time 7:15 pm IST

  • અમદાવાદમાં વકરતો રોગચાળો: છેલ્લા એક જ અઠવાડિયામાં ટાઈફોડના ૬૫ અને કમળાના ૫૮ નવા કેસો નોંધાયા access_time 1:12 am IST

  • અમદાવાદ: વિરમગામ-સાણંદ હાઇવે પર વિટિઓનગર ગામ પાટિયાની નજીક એમ્બ્યુલન્સ અને ટેમ્પો અથડાઈ:છ લોકોને ઇજા access_time 7:13 pm IST