Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd October 2018

કાલાવડ તાલુકા લેઉવા પટેલ સેવા સમાજ સંચાલીત સંકુલમાં સુવિધામાં વધારો

કાલાવડ : ભારત સરકાર નીતિ આયોગ અંતર્ગત શ્રી બી. બી. એન્ડ પી. બી. હીરપરા કન્યા વિદ્યાલયમાં અતિ આધુનિક 'અટલ ટીંકરીંગ લેબ' નું લોકાર્પણ આર. સી. ફળદુ કેબીનેટ મંત્રીશ્રી કૃષિ વાહન વ્યવહાર ગ્રામ વિકાસ મત્સ્ય સંપતિ ગુજરાત રાજય ગાંધીનગરના વરદ હસ્તે કરવામાં આવ્યુ તથા રાજય કક્ષાએ ફેન્સીંગમાં તૃતીય નંબરે બ્રોન્જ મેડલ મેળવી નેશનલ કક્ષાએ રમનાર શાળાની વિદ્યાર્થીની ચીખલીયા પ્રિયાનું સન્માન કરવામાં આવ્યું. આ કાર્યક્રમને શોભા વધારવા સંસ્થાના સ્થાપક શિવલાલભાઇ વેકરીયા તથા અર્જુનભાઇ ગોંડલીયા, અગ્રણી ધારાશાસ્ત્રી શ્રી રાજકોટ તથા ખેતસીભાઇ પટેલ, પ્રમુખ અખિલ ભારતીય પાટીદાર શિક્ષા મહાસંઘ ગુજરાત તથા ચંદ્રેશભાઇ પટેલ, પૂર્વ સંસદસભ્ય તથા ભીમાણી, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટ તથા પ્રવિણભાઇ રામાણી તથા મનસુખભાઇ રાબડીયા પ્રમુખશ્રી લેઉવા પટેલ સમાજ જામનગર તથા અરજણભાઇ સોજીત્રા તથા મુકતાબેન ફળદુ, પ્રમુખશ્રી, નગરપાલીકા કાલાવડ તથા કાયદા સલાહકાર સી. એમ. વિરાણી તથા સંસ્થાના પ્રમુખ ગોપાલભાઇ અકબરી તથા ઉપપ્રમુખ મગનભાઇ શિયાણી તથા મંત્રી જમનભાઇ તારપરા, તથા ખજાનચી વેલજીભાઇ સભાયા તથા ટ્રસ્ટી બાબુભાઇ કપુરીયા, ગાંડુભાઇ ડાંગરીયા,  વશરામભાઇ વેકરીયા તથા અન્ય મહાનુભાવો કશ્યપભાઇ વૈષ્ણવ, વલ્લભભાઇ સાંગાણી, યુવરાજસિંહ જાડેજા, કાન્તીભાઇ ગઢીયા તથા મનોજભાઇ જાની, ડો. જોશી, ડો. ગોહીલ, ડો. સંઘાણી, તથા બટુકભાઇ ભરવાડ તથા ધનાભાઇ નંદાણીયા તથા બપોરના મિષ્ટભોજનનાં દાતા સ્વ. લખમણભાઇ ગોરધનભાઇ ગઢીયાની પુણ્યતિથી નિમિતે હ. કાન્તીભાઇ ગઢીયા સરપંચશ્રી હરીપર અને ગઢીયા પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું.

(1:05 pm IST)
  • પાકિસ્તાન શાંતિ ઇચ્છે છેઃ ઇમરાનને ડહાપણ દાઢ ફૂટી :છેલ્લો એક દાયકો ખૂબ ખરાબ રહ્યોઃ ચૂંટણીના કારણે ભારતે અમારા પ્રસ્તાવને ફગાવી દીધેલઃ ચૂંટણી પછી ફરીથી દોસ્તીનો હાથ લંબાવશું તેમ પાકિસ્તાનના નવા વડાપ્રધાન ઇમરાનખાને કહયું છે. access_time 4:23 pm IST

  • શ્રીનગરમાં લાલચોકની આસપાસ જવા પર પ્રતિબંધઃ માર્ચ કાઢવાની કોશીશ કરી રહેલ યાસીન મલીકની ધરપકડ : કુલગામમાં રવિવારે થયેલ બ્‍લાસ્‍ટમાં સાત નાગરીકોના મોત બાદ અલગતાવાદીઓ પ્રદર્શન કરી રહયા છેઃ ગિલાની અને મિરવાઇઝને પહેલાજ નજરબંધ કરાયા છેઃ શાળા-કોલેજો બંધઃ બારામુલા-બનિહાલ વચ્‍ચે ટ્રેન સેવા અને મોબાઇલ ઇન્‍ટરનેટ સેવા બંધ કરાયા access_time 4:52 pm IST

  • એસસી/એસટી એક્ટમાં થયેલા નવા સુધારાને પડકારતી અરજીઓ ઉપર ૨૬ ઓક્ટોબર સુધીમાં જવાબ રજૂ કરવા સુપ્રીમ કોર્ટ આદેશ આપ્યો છે access_time 1:19 am IST