Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd October 2018

શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા યાત્રીકો પ્રસાદ વિતરણ કરી શકે તેવી સુવિધાનો પ્રારંભ

શ્રી સોમનાથ બાર જયોતિર્લીંગ પૈકીનું પ્રથમ જયોતિર્લિંગ છે. અત્રે ભાવિક ભકતો શ્રધ્ધાળુઓ અવિરત આવતા રહે છે. ઉકત ભાવિક ભકતો શ્રધ્ધાળુઓ યાત્રીકોને પ્રસાદ વિતરણ કરવાની ઇચ્છા ધરાવતા હોય તે હેતુથી શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા મીઠી બુંદી તથા ગાઠીયાનો પ્રસાદ વેચાણમાં મુકવામાં આવેલ છે જેમાં મીઠી બુંદીનું કેપેટ ૧ કિલો ગ્રામ જેની ન્યોછાવર રૂ. ૧ર૦ નકકી કરવામાં આવેલ છે અને ગાઠીયાનું પેકેટ ૧ કિલો ગ્રામ જેની ન્યોછાવર રૂ. ૧૦૦ નકકી કરવામાં આવેલ છે. તેવી જ રીતે મીઠી બુંદીના પ૦૦ ગ્રામના પેકેટના રૂ. ૬૦ તથા ગાઠીયાના પ૦૦ ગ્રામના પેકેટના રૂ. પ૦ ન્યોછાવર રાખવામાં આવેલ છે. જેથી શ્રધ્ધાળુઓ લઇને પ્રસાદી સ્વરૂપે યાત્કિોને વિતરણ કરી શકે તેવા શુભ આશયથી આ યોજના શ્રી સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ શ્રી કેશુભાઇ પટેલ તથા ટ્રસ્ટી સેક્રેટરી શ્રી પી. કે. લહેરીના માર્ગદર્શન મુજબ જનરલ મેનેજર દ્વારા દશેરાના દિવસે શુભારંભ કરવામાં આવેલ. આનાથી શ્રધ્ધાળુઓ પ્રસાદનું વિતરણ પણ કરી શકે અને સાથે પણ લઇ જઇ શકે જેનો દરેક શ્રધ્ધાળુઓ, ભકતોને લાભ લેવા શ્રી સોમનાથ ટ્રસ્ટની યાદીમાં જણાવેલ. તસ્વીરમાં પ્રસાદ વિતરણનો લાભ લેતા શ્રધ્ધાળુઓ નજરે પડે છે. (પ-૧૬)

(11:55 am IST)