Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd October 2018

અમરેલીઃ પ્રધાનમંત્રી વિમા યોજનાના લાભાર્થીને ચેક વિતરણ

અમરેલી : અમરેલી જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લી. ની ક્રાંકચ શાખા મારફત ''પ્રધાનમંત્રી સુરક્ષા વિમા યોજના'' વાર્ષિક પ્રીમિયમ રૂ. ૧૨/-માં જોડાયેલ ક્રાંકચ ગામના સભાસદ સ્વ. દુલાભાઇ છગનભાઇ ઝાલાવાડીયાનું અવસાન થયેલ. જેની વિમા કલેઇમની રકમ રૂ. ૨,૦૦,૦૦૦/- મંજુર થતા ચેક વિતરણનો કાર્યક્રમ ક્રાંકચ મુકામે રાખવામાં આવેલ હતો. વિમા યોજના કલેઇમનાં રકમનાં ચેકનું વિતરણ અમરેલી જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લી.ના વાઇસ ચેરમેન શ્રી અરૂણભાઇ એમ. પટેલ તેમજ બેંકના જનરલ મેનેજર (સી.ઇ.ઓ.) શ્રી બી.એસ.કોઠીયા, એડીશ્નલ જનરલ મેનેજર શ્રી એ.બી. ગોંડલીયાના વરદ હસ્તે તેમના વારસદારશ્રી ભદ્રેશભાઇ દુલાભાઇ ઝાલાવાડીયાને કરવામાં આવેલ. તે પ્રસંગની તસ્વીરમાં એસ.બી. બંધીયા, વિમા કંપનીના અધિકારી કથિરીયા, બેંક મેનેજર એ.બી. ગોંડલીયા, બેંકના વાઇસ ચેરમેન અરૂણભાઇ પટેલ, મંડળીના પ્રમુખ મગનભાઇ દુધાત, જી.આર. હિરપરા, જનરલ મેનેજર બી.એસ. કોડીયા વિગેરે હાજર રહેલ તે તસ્વીરમાં નજરે પડે છે.(તસ્વીરઃ અરવિંદ નિર્મળ)

(10:56 am IST)