Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd October 2018

સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રવાસીઓ માટે રાજપીપળામાં નવું એરપોર્ટ બનશે

કરજણ નદીના કિનારા પાસે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ ૪૭ હેકટરની જમીનની પસંદગી એર ફલાઇટ માટે પસંદ કરી છે

રાજપીપળા તા. ૨૨ : નર્મદા ડેમ નજીક તૈયાર થયેલી વિશ્વની સૌથી ઊંચી મૂર્તિની મુલાકાતે આવતા પ્રવાસીઓ માટે હવાઈ સુવિધા ઊભી કરવા માટે તૈયારીઓ થઈ રહી છે. આ મૂર્તિની મુલાકાતે આવતા પ્રવાસીઓને હવે એર કનેકિટવિટી પણ મળી રહેશે. જો તમામ પાસાઓ આયોજન પ્રમાણે પૂર્ણ થશે તો પ્રવાસીઓને સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે ફલાઈટ મળી રહેશે. તા. ૩૧ ઓકટોબરના રોજ વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાનું ઉદ્દઘાટન કરશે.

કરજણ નદીના કિનારા પાસે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ ૪૭ હેકટરની જમીનની પસંદગી એર ફલાઈટ માટે પસંદ કરી છે. જે ફલાઈટમાં ૮૦ લોકો બેસીને કેવડિયા કોલોની સુધી આવી શકશે. નર્મદા જિલ્લા કલેકટર આર. એસ. નિનામાએ કહ્યું હતું કે, પ્રવાસન વિભાગના પ્રિન્સિપાલ સેક્રેટરી એસ. જે. હૈદર અને સિવિલ એવિએશન મંત્રાલયના ઉચ્ચ અધિકારીઓએ શનિવારે કરજણ નદી કિનારના વિસ્તારની એરપોર્ટ બાબતે મુલાકાત લીધી હતી. આ જમીન પર એર કનેકિટવિટી માટેની તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે.

રાજય સરકાર આ માટેના નિર્માણ કાર્ય પર દેખરેખ રાખી રહી છે. તેથી ટૂંક સમયમાં આ પ્રોજેકટ પણ પૂર્ણ થઈ જશે. પ્રથમ તબક્કામાં વડોદરા અને અમદાવાદથી રાજપીપળા સુધી એરટ્રિપ મળી રહે એવું આયોજન છે. આ સાઈટ સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ૨૦ કિમી દૂર છે. જોકે, ઉદ્દઘાટન બાદ આ જગ્યા વૈશ્વિક સ્તરે એક ટુરિસ્ટ ડેસ્ટિનેશન બની રહેશે અને દેશ-વિદેશના પ્રવાસીઓને આકર્ષશે. ખાસ કરીને એરટ્રિપ બાદ રાજય સરકાર રોડ કનેકિટવિટી અને રેલવે કનેકિટવિટી વધે એ માટેના પગલાં લઈ રહી છે.

વર્ષ ૧૯૨૫દ્ગક્ન શરૂઆતના સમયમાં જયારે રાજપીપળાના મહારાજા વિજયરાજસિંહજી ગોહિલે પોતાના રાજયમાં એક વિશાળ એરપોર્ટનું સપનું સેવ્યું હતું તે હવે પુરુ થવા જઈ રહ્યું છે. બીજા વિશ્વ યુદ્ઘ

(6:27 pm IST)