Gujarati News

Gujarati News

News of Thursday, 23rd September 2021

હળવદ અને ખંભાળીયામાં પોણો ઇંચઃ સૌરાષ્ટ્ર-કચ્છના ૧૦ તાલુકામાં ઝાપટા

રાજકોટ, તા., ૨૩: રાજકોટ સહીત સૌરાષ્ટ્ર-કચ્છમાં સર્વત્ર ધુપ-છાંવ સાથે કયાંક હળવો તો કયાંક ભારે વરસાદ વરસી જાય છે.

આજે બપોરે ૧૨ થી  ૨ દરમિયાન મોરબી જીલ્લાના હળવદ તથા દેવભુમી દ્વારકા જીલ્લાના ખંભાળીયામાં પોણો ઇંચ વરસાદ પડયો છે.

આ ઉપરાંત ભાવનગરના તળાજા, કચ્છના નખતરણા, મોરબી જીલ્લાના માળીયા મિંયાણા, દેવભુમી દ્વારકા જીલ્લાના કલ્યાણપુર અને ભાણવડ તથા જામનગર ધ્રોલ તથા પોરબંદરના રાણાવાવ અને રાજકોટના પડધરી, ઉપલેટા અને ગોંડલમાં ઝાપટા પડયા છે. 

(3:25 pm IST)