Gujarati News

Gujarati News

News of Thursday, 23rd September 2021

રાજુલા... મુછડીયા હોસ્પિટલમાં પ્રસુતાએ એક સાથે ચાર બાળકોને જન્મ આપ્યો

રાજુલા તા. ર૩ :.. અહીંની મુછડીયા સર્જીકલ હોસ્પિટલ રાજૂલાના ડો. પી. પી. મુછડીયા જેમની સેવાની સુવાસ ચારે તરફ ફેલાયેલી છે તેમના પુત્ર ડો. જીતેશ પી. મુછડીયા ગાયનેકોલોજીસ્ટ (સ્ત્રી રોગ નિષ્ણાંત) છે પાંચ વર્ષથી તેઓ પણ પોતાની સેવાઓ આપી રહ્યા છે.

પ્રસુતા બહેનોની તમામ પ્રકારની સારવાર બહેનોને લગતી કોઇપણ તકલીફની તેઓ સફળતા પૂર્વક સારવાર કરી રહ્યા છે.

અતિ આધુનિક પ્રકારના સોનોગ્રાફી મશીન દ્વારા બહેનોની સારવાર થઇ રહી છે.  દરમિયાન રાજૂલાના જ રેશ્માબેન અલ્તાફભાઇ સેલોત પ્રથમથી જ અહિં તેમની સારવારમાં હતા કુદરતી રીતે જ જેમને ચાર બાળકો રહેલા. બહેનનું બ્લડપ્રેસર પણ વધારે રહેતુ હતું પ્રસુતીના આવા ગંભીર પ્રકારના કેસને ડો. જીતેશભાઇએ સહજતાથી લઇ રેશમાબેનનું સીજેરીયન કરી સફળતાપૂર્વક ચાર બાળકો-બે બાબા અને બે બેબીનો જન્મ કરાવેલ હતો. પ્રસુતી સમયે કાશીબા હોસ્પિટલના પીડીયાટ્રીક ડોકટર દિનેશભાઇ કળસરીયાએ હાજર રહી તમામ બાળકો પુર્ણ તંદુરસ્ત હોવાનું જણાવ્યું હતું તેમના માતુશ્રી પણ એકદમ નોર્મલ છે.

(11:11 am IST)