Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd September 2020

બાબરાઃ ચોખ્ખુ પાણી આપો નહિ તો શુક્રવારથી નગરપાલીકાઓને ઘેરાવ-આંદોલન

ડહોળા પાણી સાથે લાલ કલરની ઇયળો પણ પાણીમાં આવતી હોવાનો આક્ષેપ

(દીપક કનૈયા દ્વારા) બાબરા, તા.૨૩: બાબરા શહેર માં છેલ્લા પંદરેક દિવસ થી બાબરા નગરપાલિકા દ્વારા ગટર જેવા ડહોળા પાણીનું વિતરણ કરવામાં આવે છે અને છેલ્લા બે દિવસથી પાણીમાં લાલ કલર ની ઇયળો ખૂબ મોટા પ્રમાણમાં પાણી સાથે આવે છે આ પાણી બાબરા શહેર ના લોકો પીવાના ઉપયોગ માં લેતા હોય અનેક પ્રકારના રોગ થવાની શકયતા છે અને આવું ગંદુ પાણી બાળકો પીવે તો તેમના આરોગ્ય પર ગંભીર અસર થશે જેથી કરી આવા ખરાબ અને રોગ ફેલાવનાર પાણી નું વિતરણ તાત્કાલિક ધોરણે અટકાવવું જોઈએ અને બાબરા ના લોકો ને શુદ્ઘ પાણી મળી રહે તેવી વ્યવસ્થા કરાઇ છે. આ શુદ્ઘ પાણીની વ્યવસ્થા તા.૨૫ સુધીમાં કરવામાં નહીં આવે અને ગંદા પાણી નું વિતરણ અટકાવવામાં નહીં આવે તો બાબરા શહેર ની મહિલાઓ ને સાથે રાખી નગરપાલિકાનો દ્યેરાવ કરી ઉપવાસ આંદોલન કરવામાં આવશે.

જાહેર આરોગ્ય સાથે આવા ગંભીર પ્રકારની બેદરકારી તાત્કાલિક ધોરણે બંધ થવી જોઈએ અને શહેરીજનોને શુદ્ઘ પાણી વિતરણની તાત્કાલિક વ્યવસ્થા થાય એવી માંગણી સાથે અમિત જોગેલ દ્વારા બેડા સરઘસ અને ઉપવાસ આંદોલન માટે અલ્ટીમેટમ આપવામાં આવ્યુ હતું.

(2:47 pm IST)