Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd September 2020

ભાણવડમાં સરકારી જમીન પરના દબાણો પર તંત્રએ બુલડોઝર ચલાવ્યું

ગરીબ અને નાના લોકોની સાથે મગરમચ્છોના દબાણો પણ દુર થશે : ૩૩૬ મી.અને આશરે ૮૪ લાખ રૂપિયાની કિંમતની સરકારી જગ્યા ખુલ્લી કરાઇ

ભાણવડ તા. ર૩ : ભાણવડમાં બાયપાસ રોડ પર મેરનાથદાદાના અખાડા પાસે કેટલાક ઇસમો દ્વારા સરકારી જમીન પર દબાણ કરવામાં આવેલ તેને લીંગલ નોટીસ બજાવ્યા બાદ સરકારી મશીનરી વડે તોડી પાડયા હતા અને કુલ ૩૩૬ મીટર સરકારી જમીન જેની કિંમત ૮૪ લાખ રૂપિયા અંદાજવામાં આવેલ છે તે ખુલ્લી કરવામાં આવેલ છે.સરકારી જમીન પરના આ દબાણો હટાવવાની કામગીરી મદદનિશ કલેકટર-ખંભાળીયા અને પ્રાંત અધિકારી રમેશ ગુરવના માર્ગદર્શન અને હાજરીમાં ભાણવડ મામલતદાર અને પાલિકા ચિફ ઓફીસરને સાથે રાખીને પોલીસ બંદોબસ્ત વચ્ચે કરવામાં આવેલ હતી.

સરકારી જમીન પરના દબાણો હટાવી તંત્રએ ખુબ જ સારી કામગીરી કરી છે પરંતુ સુજ્ઞ લોકોના દિમાગમાં સવાલો પણ ઉઠયા છે કે, શહેરના અનેક પોશ વિસ્તારોમાં અને ખુદ કચેરીઓ સામે જ હજારો મીટરની અને કરોડોની કિંમતની સરકારી જગ્યાઓ પર કહેવાતા મોટા માથાઓ અને રાજકીય વગદાર ઇસમોએ ગેરકાયદેસર બાંધકામો યેનકેન પ્રકારે ખડકી લીધી છે શું એવા ઇસમોના ગેરકાયદેસર બાંધકામો પર બુલડોઝર ફેરવવામાં આવશે.

જાણવા મળ્યા મુજબ મદદનિશ કલેકટર અને પ્રાંત અધિકારી રમેશ ગુરવ દ્વારા સ્થાનિક તંત્રને શહેરમાં પણ સરકારી જમીનો પર થયેલ ગેરકાયદેસર બાંધકામોનું સર્વે કરી નોટીસો બજાવી દિવસ-૭માં સરકારી જમીનો ખુલ્લી કરાવવા સુચના આપવામાં આવી છે.

(11:53 am IST)