Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd September 2020

પવનચકકીમાંથી કેબલ વાયર ચોરી કરતી ગેંગને પકડી પાડતી નખત્રાણા પોલીસ

ભુજ તા. ર૩ :.. એલ. સી. બી. પશ્ચિમ કચ્છ-ભુજના કર્મચારીઓની એક ટીમ નખત્રાણા તાલુકા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન ખાનગી રાહે બાતમી મળેલ કે, અબ્દુલકાદર ઉર્ફે વલીમામદ અલાના મુતવા, રહે. ઢોરો, તા. નખત્રાણા વાળો પોતાની સફેદ કલરની સ્વીફટ કાર નં. જીજે-૧-કેડી-૦૦૦૮ વાળીમાં ચોરીના કેબલ વાયર લઇ અન્ય ત્રણ માણસો સાથે દયારથી નિકળી ભુજ વેચવા જઇ રહેલ છે. તેવી હકિકત આધારે કોટડા (જ.) થી નખત્રાણા જતા રસ્તે મોટી વિરાણી  ત્રણ રસ્તા ખાતે આવી વોચમાં હતા તે દરમ્યાન ચાર ઇસમો સ્વીફટ ગાડીની ઠેકીમાંથી પવનચકકીમાંથી ચોરી કરેલ કેબલ વાયર સાથે મળી આવેલ. સદરહુ કેબલ વાયર સીમમાં આવેલ પવનચકકકી ખાતેથી ચોરી કરેલ હોય અને ભુજ ખાતે વેચવા જતા હોવાનું જણાવતા હોગ તેઓના કબ્જામાંથી સી. આર. પી. સી. કલમ-૧૦ર તળે શક પડતી મિલ્કત તરીકે કબ્જે કરી નખત્રાણા પોલીસ સ્ટેશન ખાતે વણશોધાયેલ ગુન્હા નોંધાયેલ હોય જેથી ચારેય ઇસમોને સી. આર. પી. સી. કલમ ૪૧ (૧) (ડી) તળે અટક કરી નીચે તપાસ સારૂ નખત્રાણા પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે.

પકડાયેલ ઇસમો (૧) અબ્દુલકાદર ઉર્ફે વલીમામદ અલાના મૌલાના મુતવા ઉ.૩૦ ધંધો ખેતમજુરી તથા ડ્રાઇવીંગ, રહે. મુતવા વાસ, ઢોરો, ર. મહમદ હનીફ ઉર્ફે વીરા જુસબ સુમાર નોતીયાર, ઉ.ર૪, ધંધો લોટ દળવાની ચકકી, રહે. ખેતરપાળ ફળીયું, લુહાર ચોક, નલીયા, તા. અબડાસા કચ્છ. ૩. હસન આચાર ભટ્ટી (મુસ્લીમ) ઉ.૩પ ધંધો છૂટક મજૂરી રહે. ગામ ઉઠંગડી તા. નખત્રાણા-કચ્છ, ૪. સલીમ બબા સરકી, ઉ.ર૩, ધંધો - છૂટક મજુરી રહે. આમારા, તા. નખત્રાણા-કચ્છ પાસેથી મુદામાલ કુલ કિ. રૂ. ર,રર,૮૩પ, કેબલ વાયર ર૧.૧૯ મીટર, કિ. ૯,પ૩પ, મો. ફોન નંગ ૩, કિં. રૂ. ૧૦,પ૦૦, સ્વીફટ કાર નં. જીજે-૦૧ કે.ડી. ૦૦૦૮, કિ. રૂ. ર,૦૦,૦૦૦, કેબલ વાયર કાપવા માટેનું કટર નંગ-૧, કિ. રૂ. ર૦૦, રોકડા રૂપિયા ર,૬૦૦ કબ્જે કરેલ છે.

(11:42 am IST)