Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd September 2020

ચોટીલા ભાજપ દ્વારા પ્રધાનમંત્રી મોદીની જન્મદિવસની સેવાપ્રવૃતિ દ્વારા ઉજવણી

(હેતલ શાહ દ્વારા) ચોટીલા તા.૨૩ : તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ અંતગર્ત ચોટીલામાં ભારતીય જનતા પાર્ટી દ્વારા સેવા સપ્તાહ ઉજવણી વિવિધ સેવાકિય પ્રવૃત્ત્િ। કરીને કરવામાં આવેલ હતી

શહેર ભાજપ તેમજ ભાજપ પરીવારે સાથે મળી સપ્તાહ દરમિયાન અનેક વિધ કાર્યક્રમો યોજેલ હતા

જેમા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ તમામ દર્દીઓમાં ફ્રુટ વિતરણ, વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ઉકાળા અને આર્યુવેદ દવાઓનું વિતરણ, માસ્ક વિતરણ તેમજ વૃક્ષારોપણ યોજી અંદાજે ૧૫૦ જેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવેલ હતું. સેવા સાથે કોરોના સામે સાવચેતી અને લોકોમાં અવેરનેસ લાવવાની સાથે વૃક્ષારોપણ કરી પર્યાવરણ જાળવણીના સંદેશ સાથે જન્મદિવસ સપ્તાહ ઉજવેલ હતું

સપ્તાહ દરમિયાન જીલ્લા, તાલુકા અને શહેરનાં અનેક સામાજીક આગેવાનો, પાર્ટી અગ્રણીઓ અને કાર્યકર્તાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો તેમ શહેર ભાજપ પ્રમુખ જયદિપભાઈ ખાચર જણાવ્યું છે.

વૃક્ષારોપણ સમયે ઉપસ્થિત સામાજીક રાજકીય અગ્રણીઓઉપસ્થિત રહ્યા હતા.

ઝાલાવાડમાં પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટી ને વેગવંતી બનાવવા માંગ

પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટી (એસપીસીએ) ને સુરેન્દ્રનગર જિલ્લામાં ગતિશીલ બનાવવા માટે કારોબારી સદસ્યે કલેકટર ને લેખિત રજૂઆત કરી માંગણી કરેલ છે.

જીલ્લા એસ. પી. સી. એ નાં કારોબારી સદસ્ય અને જીવદયા પ્રેમી હરેશભાઇ ચૌહાણે લેખિત રજૂઆત કરતા જણાવેલ છે કે પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટીની જીલ્લામાં રચના કરવામાં આવી છે ત્યાર થી જવ્વલેજ મીટીંગ મળે છે. જેથી નવુ કાર્યાલય આપી સોસાયટી ને કાર્યરત કરવા, પોલીસ દ્વારા નેશનલ હાઇવે પરથી ગે. કાયદેસર પશુવાહનો અટકાવી કાર્યવાહી કરવા, દુધાળા પશુઓની હેરફેર ગુજરાત બહાર પ્રતિબંધિત હોવા છતા જીલ્લા માંથી પાસ પરમીટ વગર નિકળતા વાહનો પોલીસ દ્વારા ફરજીયાત ચેક કરવાની કાર્યવાહી હાથ ધરાય, કતલખાને જતા વાહનોમાં ખુદ પોલીસ ફરિયાદી બને, ગ્રાન્ટ કંઇ આવે છે કે કેમ? કયાં વર્ષમાં કેટલી આવી? કયાં વાપરવામાં આવી છે? હાલની ગ્રાન્ટ ની રકમ સહિતની વિગત કારોબારી સમિતિનાં સભ્યોને લેખિત આપવી, ગ્રાન્ટ ની રકમ હોય તો ચોટીલા લીમડી સુધી પશુ અકસ્માત ખુબ થાય છે તો એનિમલ એમ્બ્યુલન્સ મુકવી,

SPCA નાં મેમ્બર ની દર ત્રણ મહિને મીટીંગ કરી જીલ્લામાં એનિમલ વેલ્ફેર કામગીરી ની સમિક્ષા કરવી, નવી કારોબારીની રચના કરી ચૂટણી જાહેર કરવા સહિતની માંગ કરેલ છે.

(11:38 am IST)