Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd September 2020

હળવદના કેદારીયા ગામ પાસે આવેલા

ચેતન હનુમાનજી મંદિરના મહંત મુની બાવાજી દેવલોક પામતાં સમાધિ અપાઈ

અજાણી વ્યકિતઓને રોટલો અને વિસામો આપી તેના ચહેરા પર સ્મિત જોઈ રાજી થતા

હળવદ,તા.૨૩: રોટલો ત્યાં હરિ ઢુકડો અજાણ્યા વ્યકિતને રોટલો અને વિસામો આપી તેના ચહેરા પરનુ સ્મિત જોઇ રાજી થઈ તેની સેવા કરતા હળવદના કેદારીયા ઞામ પાસે માળીયા હાઈવે ઉપર આવેલા ચેતન હનુમાનજી મંદિર ના મહંત મુની બાવાજી અંદાજે ૩૦ વર્ષની આસપાસ ભૂખ્યા લોકોને રોટલો અને વિસામો આપવાનુ સેવાકાર્યની ધૂણી ધખાવી બેઠેલા મુની બાવાજી ચેતન હનુમાનજી ના મંદિરના દ્વાર આવેલો કોઈ વ્યકિત ભૂખ્યો ન જોવો જોઈએ તેમની આ સેવા ચોતરફ પથરાયેલ હતી.

ભૂખ્યાને રોટલો અને વિસામો આપતા  આજુબાજુના ગામમાંલોકોના ચેતન હનુમાનજી મંદિરે આવેતેને મહંત મુની બાવાજી હેતથી રોટલા ખવડાવી રાજી થતા કોઈ પણ ભેદભાવ વગર નિસ્વાર્થ સેવા કરતા ગામના બાળકોને પણ બટુક ભોજન અવારનવાર કરાવતા આ આગવી સેવા થકી લોકો ના દિલ જીતી લીધા હતા અનેરી સેવાના ભેખધાર ચેતન હનુમાનજી મંદિરના મહંત મુની બાવાજી દેવલોક પામતા વિશાળ સેવક ગણ શોક મગ્ન બન્યો છે.

ગ્રામ પંચાયતના સરપંચ ખેંગારભાઈ અને ગામના આગેવાનો અને સેવક દ્વારા મહંત મુની બાવાજીને ચેતન હનુમાનજી મંદિરમાં સમાધિ આપવામા આવતા કચ્છ જસદણ તેમજ હળવદના કંસારી મંદિરના મહંત ભુરીયા બાપુ તથા સુસવાવ ગૌશાળા ના મહંત શ્વેત સ્વામી સહિત સંતો મહંતો ઉપસ્થિત રહેલ હતો. તે પ્રસંગની તસ્વીર.(તસ્વીરઃ હરીશ રબારી હળવદ)

(11:37 am IST)