Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd September 2020

કથા માનવને 'ભવરોગ' થી બચાવે છે અને તેને દૂર કરનારી ઔષધિ છે : પૂજ્ય ભાઇશ્રી

પોરબંદરના હરિમંદિરે અધિક-પુરૂષોતમ માસમાં શ્રીમદ્ ભાગવત કથાનો પાંચમો દિવસ

(વિનુ જોષી દ્વારા)જૂનાગઢ,તા.૨૩: કલા કે મનોરંજનમાં એકની એક વાતનું આવર્તન અરૂચિકર બની જાય છે , પરંતુ કથાનું વારંવાર આવર્તન થાય છતાં તે સાંભળવાની સતત ઈચ્છા થાય છે. કોઈ પ્રશ્ન કરે કે આવું કેમ ? તો ઉત્ત્।ર છે, ભગવાનનું નામ છે. ભગવદનામ સ્મરણમાં એક સમય એવો આવે કે કથા જાણે ઔષધિ બની જાય. માટે જ કહેવાય છે કે કથા 'ભવરોગ'ને દૂર કરનારી ઔષધિ છે. માનવને ભવરોગથી ગ્રસ્ત થવા ન દે, તેવી ઔષધિ એ કથા છે , એમ જાણીતા કથાકાર , પૂજય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાએ મંગળવારે અધિક-પુરુષોત્ત્।મ માસના પાંચમા દિવસે શ્રીમદ્ ભાગવત કથા-જ્ઞાનયજ્ઞનાં પ્રારંભે પોરબંદર શ્રીહરિ મંદિર- ખાતેથી જણાવ્યું હતું.

સંસ્કૃતિ ફાઉન્ડેશન-નોર્થ અમેરિકા અને કેનેડાના સંયુકત તત્ત્વાવધાનમાં આ શ્રીમદ ભાગવત કથા- જ્ઞાનયજ્ઞ સાંદીપનિ વિદ્યાનિકેતન , પોરબંદર ખાતે પુરૂષોત્ત્।માસ નિમિત્ત્।ે યોજાઈ રહી છે. યુ ટ્યૂબ તથા અન્ય ઓનલાઈન પ્લેટફોર્મ પર ભારત ઉપરાંત , અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા સહિતનાં વિવિધ દેશોનાં શ્રોતાજનો જોડાયા. ઉલ્લેખનીય છે કે  દરરોજ સાંજે ૪.૦૦થી ૬.૩૦ જીવંત પ્રસારણ થઈ રહ્યું છે તથા તેના રેકોર્ડેડ પ્રસારણનો લાભ સંસ્કાર ટી.વી. ચેનલ ઉપર સવારે ૧૦:૦૦થી બપોરે ૧૨:૩૦ દરમિયાન લઈ શકાશે.

પૂજય ભાઈશ્રીએ જણાવ્યું કે આપણે નશાની જ વાત કરીએ છીએ , ત્યારે સાત્વિક નશા પણ હોય છે. યોગીજનો માટે ધ્યાન-સમાધિ નશો છે, ભકતો માટે ભગવદનામ સ્મરણ એ પણ નશો છે , શ્રોતાજનો માટે કથાશ્રવણ એ નશો છે. સાત્વિક નશો એ જીવનનું નિર્માણ કરે છે. વ્યસનનો નશો વ્યકિતને બેહોશ કરે છે અને સાત્વિક નશો-સત્સંગ, ભગવદ નામ સ્મરણ વ્યકિતને હોશમાં લાવી દે છે એટલે કે વ્યકિતમાં વિવેકનો ઉદય કરાવે છે. તે મંગલમય છે.

તેમણે જણાવ્યું કે એવું કહેવાય કે અતિપરિચયને કારણે અવજ્ઞા થાય છે , પરંતુ કથામાં આ લાગું પડતું નથી. અપવાદ છે. કથાની અતિસુલભતાથી તેની મહિમા ઓછી નથી થતી. એ તો એવો સત્સંગ છે કે દરરોજ વધુને વધુ સત્સંગની ઈચ્છા થાય. અત્યારે જેમ એક માસની પારાયણ છે , પરંતુ શૌનકાદિ ત્રષિઓનું તો 'સહસ્ત્ર  વર્ષીય દીર્દ્ય સત્ર' હતું છતાં તેઓ કહેતા કે ભગવાનની મંગલમય કથા સાંભળવા છતાં મન ભરાતું નથી. એ સત્ર યજ્ઞ સાથેનું હતું. કથા એ યજ્ઞનું એક અંગ છે. માટે જ કથા એક સાત્વિક આસવ છે.

(11:34 am IST)