Gujarati News

Gujarati News

News of Thursday, 23rd August 2018

જૂનાગઢમાં રાખડી બનાવતા દિવ્યાંગો

જૂનાગઢ : આશાદીપ ચેરીટેબલ ફાઉન્ડેશનમાં માનસિક દિવ્યાંગ લોકોને સાઇકિએટ્રીસ્ટ સાયકોલોજીસ્ટ, સોશ્યલ વર્કર, સ્પેશ્યલ એજયુકેટ, વોકેશનલ ટ્રેઇનર જેવા નિષ્ણાંતોની દેખરેખ હેઠળ માનસિક અને સામાજીક રીતે સારવાર અને તાલીમ રાખવામાં આવે છે. સાથોસાથ તે લોકો સામાન્ય માણસો જેવી જીંદગી વ્યતીત કરે તે માટે તેઓને વ્યવસાયીક તાલીમ આપવામાં આવે છે. જેમાં જૂના નોકરી ધંધા ફરીથી શરૂ કરાવવા, અભ્યાસ કરાવવો, ગૃહઉદ્યોગો જેવા કે ફિનાઇલ, વિવિધ મસાલા, પગલૂછણીયા, કલરફૂલ દિવડો રાખડી વગેરે બનાવતા શીખડાવવામાં આવે છે. કાચા માલની ખરીદીથી માંડીને વેચાણ સુધીની પ્રક્રિયા તેઓને નિષ્ણાંતો દ્વારા શીખડાવવામાં આવે છે. આ.ચે.ફા.માં સારવાર અને તાલીમ લઇ રહેલા માનસિક દિવ્યાંગો દ્વારા આખું વર્ષ રાખડી બનાવડાવવામાં આવે છે. શરૂઆતમાં આજથી ચાર વર્ષ પહેલા કેમ બનશે ? બનાવી શકાશે કે કેમ ? વેચાણ કેમ થશે ? એવા પ્રશ્નો દિવ્યાંગોને પણ થતા હતા. પરંતુ આશરે ૧૮૦૦ થી ૨૦૦૦ જેટલી રાખડી બનાવી તેઓએ પોતાના કાર્યની શરૂઆત કરેલ.(૪૫.૬)

 

(11:48 am IST)