Gujarati News

Gujarati News

News of Thursday, 23rd July 2020

સૌરાષ્ટ્રમાં સૌ પ્રથમ સીટી બસ સેવા શરૂ કરનાર પોરબંદર પાલિકાને ૧૩૩ વર્ષ પુર્ણ

૧૮૮૬ માં પ્રથમ અંગ્રેજ એડમીનીસ્ટ્રેટર તરીકે આવેલ ત્યારબાદ પાલિકાનું અસ્તિત્વઃ પાલિકામાં તે સમયે રાજય દ્વારા નિયુકિત ૧૪ સભ્યો હતાઃ ૧૯૧૬માં નવુ બંધારણ આવેલ

પોરબંદરની ઐતિહાસિક નગરપાલીકાઃ પોરબંદર નગરપાલિકાની માણેક ચોકમાં જાુની કચેરી તથા હાલ નજીકમાં કાર્યરત કચેરીની તસ્વીરો

પોરબંદર તા. ર૩ : સૌરાષ્ટ્રમાં સૌપ્રથમ સીટીબસ સેવા શરૂ કરનાર પોરબંદરની એતિહાસીક નગરપાલિકાની શનિવાર ૧૩૩ મી વર્ષગાંઠ છે. વિશ્વભરના નકશામાં પોરબંદર પરમ પુજય રાષ્ટ્રપિતા  મોહનદાસ  કરમચંદ ગાંધી યાને મહાત્મા ગાંધીજીની જન્મભૂમિ તરીકે અજર-અમરસન પ્રાપ્ત થયેલ છે. પોરબંદર શહેરના ઉલ્લેખ દેશમાં સૈકાના એકશન પત્રમાં ''પૌરવેલાફુલ'' તરીકે થયેલો છે. સ્કંદપુરાણમાં સુદામાપુરી અને તેના અસ્માવતી કેદારેશ્વર તથા કેદારકુંડનો ઉલ્લેખ જોવા મળે છે. છેક મહાભારતના સમયથી પોરબંદર એક ઐતિહાસીક બંદર તરીકે જાણીતું છે. અસ્માવતી ઘાટ પર આ બંદર આવેલુંછે હાલ અસ્માવતી ઘાટનું નામ જ રહેલ બાંધેલ અસ્માવતી ઘાટ તા.રર જુન ૧૯૮૪માં અસ્માવતી (ખાડી) નદીમાં પુર આવતા અરબી સમુદ્ર સંગમ સ્થાન પર અરબીસમુદ્રમાં ગરકાવ થઇ ગયેલ છે.

આવી સમુદ્ર પરનું આ બંદર ર૧૦-૩૮ ઉપર અક્ષાંશ અને ૬૯-૩૭ પૂર્વ રેખાંશ પર આવેલું છે ભારત વર્ષના આરાધ્યદેવ  કૃષ્ણના પરમ સખર અને ભકત  સુદામાજીની આ પુનિત ભૂમિ ધાર્મિક તીર્થધામ ઉપરાંત એક ઐતિહાસીક અને વેપારી સ્થળ તરીકે પણ જાણીતું છે.

એક સમયમાં આ બંદર પર મોગલ (મુઘલ) સત્તા સર્વોપરી હતી છેવટે રાણા સરતાનજીએ પોતાની સત્તા તેના પર સ્થાપી દીધી અને સવતં ૧૭ર થી ૧૭પપ દરમ્યાન તેને મજબુત બનાવી ત્યારબાદ તેના વંશજો આ શહેર પર આધિપત્ય ભોગવતા રહ્યા છે વિ.સં.૧૭૧પ નું રાણા સરતાાનજીનું તામ્રપત્ર જોવા મળે છે.સં. ૧૭૪ર માં મોગલ હદમાં રાણા સરતાનજીએ પોરબંદરનો કિલ્લો બાંધેલો  મામા કોઠાની જગ્યાએ આ કિલ્લાનો અવશેષ છે.

સવંત ૧૮૬૩ માં ''વોકકર સેટલમેન્ટ'' થયું અને પોરબંદરના રાજા ઇસ્ટ ઇન્ડિયા કંપની, બ્રિટનના ખંડિયા રાજા બન્યા. ઇ.સ.૧૮૮૬ માં અંગ્રેજ પ્રથમ એડમિનિસ્ટ્રેટર તરીકે કર્નલ લેલી આવ્યા કબાગાંધીના ભાઇ ચહન (તુલીસદાસ) ગાંધીએ હારભાર એડમિનિસ્ટ્રેટરને સોંપેલ હતો આ લેલી સાહેબના સમયમાં જ સ્ટેટ ગેઝેટ શરૂ થયું અને ઇ.સ.૧૮૮૭માં  તેના પ્રથમ વોલ્યુમમાં પોરબંદર મ્યુનિસિલપાલીટીનું બંધારણ આપવામાં આવ્યું આ જ વર્ષમાં જુના પોરબંદર રાજયના હુકમ નાં.૯૯ તારીખ રપ મી જુલાઇ ૧૮૮૭ થી પોરબંદર મ્યુનિસિપાલીટી અસ્તિત્વમાં આવી આ નગરપાલિકામાં રાજય નિયુકત ૧૪ સભ્યોની સંખ્યા હતી. શહેરની સ્વચ્છતા, રસ્તાઓ અને આરોગ્યને લગતી સેવાઓ નગરપાલિકા આપતી હતી. ઇ.સ.૧૯૧૬માં નવું બંધારણ અમલમાં આવ્યું તે અન્વયે રાજય તરફથી નીચેના મુજબના સભ્યો નિયુકત કરવામાં આવ્યા હતા.

ઇ.સ. ૧૯૪૭ ભારત આઝાદ થયું દેશી રજવાડાના વિલીન કરણ સાથે પોરબંદર રાજયનું વિલીનકરણ સને ૧૯૪૮ માં થયું સૌરાષ્ટ્રનું એકમ થતા પોરબંદર શહેર સુધરાઇનું પ્રથમ પ્રજાકીય બોર્ડ તા.૩૦/૯/૧૯૪૯ થી  અસ્તિત્વમાં આવ્યું પૂર્વ મેજેસ્ટ્રેટ એડવોકેટ સ્વ.પોપટલાલ ડાયાભાઇ કકકડ આઝાદી બાદના પ્રથમ મ્યુનિસિપાલીટી પ્રમુખ બન્યાને પૂર્વે સ્વ.શેઠ મંચેટસા (પારસી) હીરજીભાઇ વાડીયા પ્રમુખ પદ પર હતા તેઓશ્રીના સમયમાં અઠવાડીયામાં બે વખત મેનેજીંગ કમીટી મળતી હતી તે સિવાય સેનિટેશન, બાંધકામ, હાઉસટેકસ બસ બાયલાઝ જેવી કમિટીઓ પણ હતી. રોજબે રોજનો વહીવટ સેક્રેટરી અને ચીફ ઓફિસર દ્વારા ચાલતા સ્વ.  પી.ડી.કકકડ સતત આઠવરસ સુધી પ્રમુખ તરીકેની પોરબંદર નગરપાલીકાની જવાબદારી કાર્યદક્ષ રીતે નિભાવી ત્યારબાદ સ્વ. ડો. બી. ડી.ઝાલા ૧૦ દશ વરસ સુધી પોતાની માનદ્દ-સેવા આપી જવાબદારી નિભાવી ચિરસ્મરણ્ય લોકચાહના મેળવી.

ઇ.સ. ૧૯૪૭ ની આઝાદી બાદ ભારતના લોખંડી પુરૂષ સ્વ.શ્રી સરદાર વલ્લભાઇ પટેલના હસ્તે કાઠિયાવાના દેશી રાજવાડાઓનું ભારતના સમવાય તંત્રમાં વિલિનકરણ થયું અને ઇ.સ. ૧૯૪૮ માં સૌરાષ્ટ્ર રાજય અસ્થિત્વ આવ્યું સૌરાષ્ટ્ર રાજયે બોમ્બે ડિસ્ટ્રીકટ મ્યુનિસિલપ એકટ ૧૯૦૧ પોરબંદર શહેરને લાગુ કર્યો. સૌરાષ્ટ્ર સરકારના સ્થાનિક સ્વરાજય ખાતાની જાહેરાત મુજબ પોરબંદર શહેર સુધરાઇ રપ (પચ્ચીસ) સભ્યોની સંખ્યા મુકર્રર થઇ પ્રમથ ચુંટણી તા. ૧પ/૯/૧૯૪૯ ના રોજ (આ પછી સભ્ય સંખ્યા વધતી ગઇ હાલ ૪૪ ચુમાલસી સભ્ય સંખ્યા ધરાવે છે. વાર્ડ વધે છે. ) સને ૧૯૬૦ માં મુંબઇ ઇલાકા (રાજય)માંથી સૌરાષ્ટ્ર-ગુજરાત અલગ થયું

ઇ.સ. ૧૯૪૦ ખાનગી ગૃહસ્થો તરફથી સીટી બસ સર્વિસ શરૂ થઇ તા.૧/૬/૧૯પ૦ થી બસ સર્વિસની શરૂઆત નગરપાલિકાએ કરી (જે સૌરાષ્ટ્રમાં પોરબંદર નગરપાલીકા સીટી બસ સેવા શરૂ કરવામાં પ્રથમ હતી. શરૂઆતનગર પાલિકાએ દોઢલાખના ખર્ચે ૭ (સાત) નવી તાના મર્સીડીઝ બસની ખરીદી કરેલ. વ્હાલ ઘણા લાંબા સમયથી રાજકીય દાવપચમાં પ્રજાજનોની માંગણી હોવા છતાં શરૂ કરવામાં આવતી નથી સીટી બસ સેવા બંધ થતા કારગીલ પરિવહન માજી સૈનિકો દ્વાા ચલાવવામાં આવતી કોન્ટેકટ પુર્ણ થતા રાજકીય ગ્રહણની બિલડી આડીઉતરી કારગીલે સીટીબસ સેવાનો કોન્ટેકર પુર્ણ કરી બંધ કરી દીધેલ ત્યારબાદ 'ત્રીશુલ' કંપનીએ સીટી બસ  બેઝ પર શરૂ ત્રણથી ચારમાસ માંડ ચલાવી પાલીકા મેલી મુરાદ અને રાજકીય ગ્રહોની નડતરથી ત્રિશુલ કંપનીએ સેવા બંધ કરી બદલ મરણ થયુ઼ જે પુનઃશરૂ કરવા લોકમાંગણી સતત થતી રહે છે.નિયમીત રીતે મેલેરિયલ ઓઇલનો તથા ડી.ડી.ટી.નો છંટકાવ કરવામાં હતો (ચોમાસા દરમ્યાન તો ખાસ રોગચાળો અટકાવવા) તેમજ (હાથી પગા)ના દર્દીઓને વિનામુલ્યે 'હેટ્રાઝન' ટેબલેટસ આપવામાં  આવતી હતી તેમજ મફત બ્લડ (લોહી) ચકાસણી રાત્રીના ૯ થી ૧૧ જે તે સમયે 'માણેકચોક નગરપાલીકા કચેરી' નીચેના ભાગે સેનીટેશન વિભાગમાં કરવામાં આવ્યું ઘરેપણ વિનામુલ્યે સેવા મળતી.

શહેરી જનોના પ્રાણપ્રશ્ન સમી ભૂર્ગભ ગટર યોજના તૈયાર કરવા માટે નાગપુર ઇમ્પ્રુવમેન્ટ ટ્રસ્ટના અનુભવી બાહોશ એન્જિનીયર શ્રી વી.સી. કોઠારીની સરકારશ્રીની ભલામણથી ખાસ નિમણું કરી આયોજન તૈયાર  અને અમલીકરણ માટે સૌરાષ્ટ્ર સરકારને સુપ્રત કરી.

નવેમ્બર ૧-૧૯પ૬ થી સૌરાષ્ટ્ર રાજયનું દ્વિભાષી મુંબઇ રાજયમાં વિલીનીકરણ થતા આયોજના સુષુપ્ત પડી રહી અને છેવટે નવુ ગુજરાત રાજય અસ્તિત્વમાં આવ્યા બાદ નગરપાલિકાના તત્કાલીન હાલ-સ્વ.શ્રી ડો. બી.ડી. ઝાલાની રાહબરી હેઠળ નગરપાલિકાનું પ્રતિનિધિ મંડળ અમદાવાદ ગયેલ અને માનનીય મંત્રી માણેકલાલભાઇ શાહ અને અધિકારીઓ સમક્ષ રજુઆત કરી યોજનાને મૂર્ત સ્વરૂપ આપવામાં સફળ થયા રૂપીયા એક કરોડનું આ કામ થઇ ગયું છે. પરંતુ ટેકનીકલક્ષતિઓને કારણે આ યોજના પૂર્ણ જેને સમયે થયેલ નથી લોકોને તેનો લાભ મળવાનું હજુ સુધી શરૂ થયું નથી.

આકામ જે તે સમયે ગુજરાત સરકારના ગટ્ટર વ્યવસ્થા બોર્ડ પાસે સ્થગિત પડયું છે વર્તમાન સ્થિતી તેજ છે કેન્દ્ર સરકારે રૂ.૮૭ર અઠસો બોંતરે કરોડની પ્રથમ રાઉન્ડની રાષ્ટ્રપિતા પુ.મહાત્મા ગાંધીજીની જન્મભૂમિના વિકાસ માટે અર્થશાસ્ત્રી પૂર્વ ભારતના વડાપ્રધાન શ્રી મનમોહનસિંહની સરકારે તાત્કાલીક ફાળવી આપેલ છતા ડ્રેનજ યોજના અટવાયેલ પડી છે. કેન્દ્ર સરકારે પોરબંદરના વિકાસ માટે અમર્યાદીપ રકમ આપવાનું મજૂર કરેલ છે અટવાયઇ ગતા ત્રણ વખત ડ્રેનેજ યોજના નિષ્ફળ ગયેલ છે.

પોરબંદર નગર સેવા સદનને સરકાર  તરફથી પ્રાપ્ત સ્થાવર મિલ્કતો

ટ્રાન્સફર થયેલ પ્રોપર્ટીનું વર્ણન પોરબંદર વોટર વર્કસ

સરકારી જાહેરનામા નંબર તારીખ સૌરાષ્ટ્ર સરકારના રેઝોનં. આઇ. એમ. પ-ર૧ તા. ર૧ નવેમ્બર ૧૯૪૯

સઘળા જાહેર કુવા, ગટર, ડ્રેઇન, ટનલ, કલ્વર્ટ,

સૌરાષ્ટ્ર સરકારના નોટીફીકેશનનાં

વોટર કોર્સ રસ્તાઓમાં અને તેની બાજુએ

એલ. એસ. જી. ૩૯/૧૯પ૦

આવતાં દરેક કામો મટીરીયલ્સ શહેરની દરેક શેરી તથા ગલીઓ જે જાહેર રસ્તા તરીકે વપરાતી હોય, પેવમેન્ટ, વૃક્ષો વગેરે

તા. ૧૩ જુન ૧૯પ૦

ભાવસિંહજી પાર્ક રૂપાળીબા ગાર્ડનની જગ્યા (રૂપાળીબા તળાવ)

એલ. એસ. જી. નં. ૪ર, તા. ૧૭-૬-પ૦

વાડી પ્લોટ શાક મારકેટની બાજુમાં

એલ. એસ. જી. નં. ૪ર

ચાર ખુલ્લા ચોક

તા. ૧૭-૬-પ૦

ભદ્રકાલી રોડ ઉપરના બે ખુલ્લા ચોક (લીમડા ચોક)

યાદી જે અનામત બાલક્રિડાંગણના રાજવીએ

રાખેલ હાલ શાક મારકેટ લોડ વિરોધ

હોવા છતાં બનાવેલ છે

,, સદર

 

હનુમાન ચોક, ફુવારો (જુનો ફુવારો)

,, સદર

ભાવસિંહજી હાઇસ્કુલ સામેની નાથા મિસ્ત્રીની

ટાંકી (જે સમડા ટાંકી પ્રખ્યાત છે) અને શહીદ

વીર નાર્ગાજુન સીસોદીયા બાગમાં આવેલ છે

,, સદર

નટવર નિવાસ વોટર વર્કસ વાળી જગ્યા

,, સદર

ઝાંખરી વાવ

,, સદર

વીરડી પાલામાં બે સ્નાનઘાટ (હાલ શું સ્થિતિ છે)

સ્થળ પર જોવા મળતા નથી

,, સદર

મ્યુનિસીપલ ઓફીસ બિલ્ડીંગ માણેક ચોક

એલ. એસ. જી. પ૯, તા. ર૯-૭-પ૦

મ્યુનિસીપાલ ઓફીસ નીચે આવેલી સાત દુકાનો

,, સદર

શાક મારકેટ ગ્રેઇન મારકેટ સાથે

,, સદર

ફીશ મારકેટ - મટન મારકેટ

એલ. એસ. જી. પ૯ - તા. ર૯-૭-પ૦

સ્લોટર હાઉસ

,, સદર

મ્યુનિસીપલ સ્ટોર બિલડીંગ

,, સદર

વાડી પ્લોટ મારકેટ

,, સદર

હરિજન કવાર્ટર્સ - કડીયા પ્લોટ

,, સદર

જકાત ચોકી ચાર

,, સદર

શહેરમાં આવેલ ખુલ્લા પ૦૦ ચો. વાર સુધીના પ્લોટો

સૌરાષ્ટ્ર સરકારના નોટીફીકેશનના

કે જે ઘરો અને રસ્તાની સાઇડે નગરપાલિકાની

હદમાં આવેલ હોય તે

એલ. એસ. જી. ર૬ તા. ૩ જી. જુલાઇ ૧૯પ૦

માણેક ચોક દક્ષિણ તાકની બે દુકાનો

નોટીફીકેશન નં. ૯૯/૧૯પ૦, તા. ૧૯-૯-પ૦

રસાલા બિલ્ડીંગ, શીતલા ચોક (કે. જે. હાલ

પોરબંદર નગરપાલિકા - નગર સેવા સદન-બિલ્ડીંગ)

,, સદર

માણેક ચોક ઉત્તર તરફનો તાક

,, સદર

ટાઉન હોલ

એલ. એસ. જી. ૧૪૭, તા. ૮-૧-પ૧

મરીન રેસ્ટોરન્ટ,

એલ. એસ. જી. ૧૬૪, તા. ૧પ-ર-પ૧

સુકાળા તળાવ (ખખર) પીવાના પાણી માટે

એલ. એસ. જી. ૧૭૭, તા. ર૭-૩-પ૧

ઢોરનો ડબ્બો (ગધાઇ વાડા)

આર. ડી. ર-૪-એ-૪, તા. ૧૯-૧-પ૪

ત્રવડા બાગ વાળી જમીન

આર. ડી. એસ. જી. ૪પ૪ - પ૩-પ૪

(કમલ નહેરૂ પાર્ક)

તા. ૧૮-૩-પ૪

પોરબંદર મ્યુનિસીપાલીટીની હદમાં આવેલ

સૌરાષ્ટ્ર સરકારના રેવન્યુ ખાતાના રેઝો. નં.

તમામ ખુલ્લા પ્લોટની જમીન (શેડયુલ મુજબ

આર. એલ. એસ. એસ. જી. ૧૦ (ર) (આઇઆઇ)

સરકારશ્રીએ અનામત રાખેલ સાત પ્લોટ સિવાય)

પપ-પ૬, તા. ર૪ જુન ૧૯પપ

કમલા નહેરૂ બાગ પાસે રાષ્ટ્રપિતા પૂ. ગાંધીજીની

ગુજરાત સરકારશ્રીના મહેસુલ

પ્રતિમા મુકવા માટેની જમીન ચો. વાર. ૩૦૦-૬

વિભાગના ઠરાવ નં. એલ. એસ. એમ. પ૧૬૯

 

ર૭૬પ૮-૭ થી તા. રપ-૩-૧૯૭૧

પોરબંદર નગરપાલિકાના અત્યાર સુધીના પ્રમુખ અને ઉપપ્રમુખોની નામાવલી

પોરબંદર તા. ર૩ :.. તા. રપ જુલાઇ ૧૮૮૭ ના પોરબંદર નગરપાલીકા - મ્યુનિસીપાલીટી સાકાર થઇ સને ૧૯૩૦ થી પ્રજાકિય શાસનમાં આવી ત્યારથી તા. ૧-૧-૧૯૮૬ કાર્યકાળ દરમ્યાન પાલીકાના પ્રમુખ - ઉપપ્રમુખશ્રીની માનદ સેવાકિય નામાવલી કાર્યકાળ સાથે દર્શાવેલ છે.

પ્રમુખશ્રીનું નામ

કાર્યકાળ મુદત

સ્વ. શ્રી મંચેસરા હિરજીભાઇ વાડીયા

(સ્વ. એમ. એચ. વાડીયા

તા. ૧ર-૪-૩૧ તા. ૩-ર-૪૬

સ્વ. ગિરધરભાઇ હરજીભાઇ ઠકરાર

તા. ૪-ર-૪૬ થી તા. ૪-પ-૪૮

સ્વ. પ્રભુદાસ સુંદરજી દાવડા

(વકીલ એડવોકેટ)

તા. પ-પ-૪૮ થી ૩૦-૯-૪૯

સ્વ. પોપટલાલ ડાયાભાઇ કકકડ

(ન્યાયધીશ પાલીકા પ્રમુખ ધારાસભ્ય)

તા. ૧-૧૦-૪૯ થી તા. ૧૯-૯-પ૭

સ્વ. ડો. બી. ડી. ઝાલા

તા. ર૦-૯-પ૭ થી તા. ૩૦-૬-૬૭

સ્વ. શશીકાંત આણંદલાલ લાખાણી

(એડવોકેટ - ધારાસભ્ય - વિધાનસભા અધ્યક્ષ મંત્રીશ્રી

તા. ૧-૭-૬૭ થી તા. ૧૪-૭-૬૮

સ્વ. હરિદાસ નારણદાસ ચોટાઇ

અગ્રણી વેપારી (બાબુભાઇ ચોટાઇ)

તા. ૧પ-૭-૬૮ થી તા. ૩૦-૬-૭૦

સ્વ. વસનજી ખેરાજ ઠકરાર

(ધારાસભ્ય પદ પણ શોભાવેલ)

તા. ૧-૭-૭૦ થી તા. ૧પ-૧ર-૭૦

તા. ૧-૭-૭ર થી તા. ૩૦-૬-૭ર

તા. ૧-૭-૭૭ થી તા. ૩૧-પ-૭૮

તા. ૩૧-૮-૭૯ થી તા. ૧૮-૮-૮૦

સ્વ. રમેશભાઇ ભીમજી હિંગલાજીયા

(છ માસની પદ પર રહેવાની શરતે તેઓશ્રીએ

પદ સ્વીકારેલ) સ્વૈચ્છીક પોતે શરત કરેલ

તા. ૩૦-૧-૭ર થી તા. ૩૦-૬-૭ર

 

સ્વ. ધનજીભાઇ ડી. કોટિયાવાલા

(એડવોકેટ પોરબંદર સમસ્ત ખારવા જ્ઞાતિમાંથી

પ્રથમ યુવા પ્રમુખ પાલીકાના પદે આવેલ)

તા. ૧-૭-૭૪ થી તા. ર૯-૯-૭૬

સ્વ. ડોલરભાઇ પ્રભુદાસ ચોટાઇ

તા. ર૭-૧૦-૭૬ થી તા. ૩૦-૬-૭૭

(સેન્ટ્રલ બેંક કર્મી -ઓફીસર)

તા. ૧૯-૬-૮૦ થી તા. ર૮-૯-૮૧

સ્વ. વિક્રમસિંહ દાનુભા જાડેજા

(સ્વ. વી. ડી. બાપુ)

તા. ૧૭-૬-૭૮ થી તા. ર૩-૮-૭૯

સ્વ. શ્રી લાલજીભાઇ હીરાભાઇ પાંજરી

તા. ૬-૧૧-૮૧ થી તા. ૩૧-૧ર-૮૩

શ્રી નારણભાઇ જાદવભાઇ પોસ્તરીયા

(નારણભાઇ સુઢા)

તા. ૧-૧-૮૪ થી તા. ૩૧-૧ર-૮પ

સ્વ. લાલજી હીરાભાઇ પાંજરી

ઉપપ્રમુખશ્રીઓ

તા. ૧-૧-૮૬ થી કાર્યવંત હતા

ઉપપ્રમુખશ્રીનું નામ

કાર્યકાળ મુદત

સ્વ. ગિરધરભાઇ દયાળભાઇ શાહ

તા. ૧-૧૦-૪૯ થી તા. ર૦-૯-પ૩

સ્વ. કાલીદાસ હિરજીભાઇ ઠકરાર

તા. ર૧-૯-પ૩ થી તા. ૧૯-૯-પ૭

સ્વ. નરસીદાસ હિરાલાલ દેવાણી

(નરસીભાઇ દેવાણી)

તા. ર૦-૯-પ૭ થી તા. ૧૬-૬-૬ર

સ્વ. હરિદાસ નારણદાસ ચોટાઇ

(સ્વ. બાબુભાઇ ચોટાઇ)

તા. ૧૭-૬-૬ર થી તા. ૩૦-૬-૬૭

સ્વ. જગદેવ હરજી ગોહેલ (એન્જી.)

તા. ૧-૭-૬૭ થી તા. ૩૦-૬-૬૯

સ્વ. કરશનભાઇ ગગન પોસ્તરીયા

તા. ૧-૭-૬૯ થી તા. ૩૦-૬-૭૧

સ્વ. પોપટલાલ દેવજી તન્ના

(સ્વ. બચુભાઇ તન્ના)

તા. ૧-૭-૭૧ થી તા. ૩૦-૬-૭ર

સ્વ. ધનજીભાઇ દેવસી કોટિયાવાલા

(યુવા એડવોકેટ)

તા. ૧-૭-૭ર થી તા. ૩૦-૬-૭૪

સ્વ. ડોલરરાય પ્રભુદાસ ચોટાઇ

(સેન્ટ્રલ બેંક કર્મી. ઓફીસર)

તા. ૧-૭-૭૪ થી તા. ર૦-૧૧-૭૬

સ્વ. કરશનભાઇ ગોવિંદ જુંગી

તા. ર૧-૧૧-૭૬ થી તા. ૩૧-૧ર-૮૩

સ્વ. વૃજલાલ મણીલાલ કારિયા

(સ્વ. લોહાણા મહાજન પ્રમુખ વજુકાકા)

તા. ૧-૭-૮૪ થી તા. ૩૧-૧ર-૮પ

શ્રી રણછોડભાઇ ગગન શિયાળ

(એડવોકેટ બી. કોમ. બી. એઙ એલએલ.બી.)

તા. ૧-૧-૮૬ પદ રહેલ કાર્યરત ઉપપ્રમુખ હતાં.

તસ્વીર અહેવાલ

સ્મીત પારેખ

 પોરબંદર

(11:55 am IST)