Gujarati News

Gujarati News

News of Thursday, 23rd July 2020

ઓખા લોહાણા રધુવંશી CBSE ધો. ૧૦ ના ટોપટેન સીતારાઓ

 તાજેતરમાં ધોરણ ૧૦ અને ધો. ૧૨ સી બી એસ ઈ નંુ પરિણામ જાહેર થયેલ છે. અહીં ઓખા રઘુવંશી લોહાણા સમાજના ધો.૧૦ સીબીએસઈ માં ઓખા રઘુવંશીના વિદ્યાર્થીઓએ મેદાન માર્યું છે. જેમાં ટોપટેન આવેલા ૧૦ વિધાથી ઓ જેઓ ૬૦ ટકા ઉપર માર્ક મેળવ્યા છે. (૧) હર્ષ હિતેશભાઈ બારાઈ ૮૯%, (૨) સીવાની નીલેશભાઈ પંચમતીયા ૮૪% (૩) મહેક નીલેશભાઈ મશરૂ ૭૯% અને મીઠાપુરના તીર્થ ભાવેશભાઈ ભાયાણી ૯૭% સાથે દેવભુમિ દ્વારકા જીલ્લા ફસ્ટ રહી ઓખા મંડળ સાથે રધુવંશી સમાજનંુ ગૌરવ વધાર્યું હતુ. આ પ્રસંગે મહાજન પ્રમુખ મનસુખભાઈ બારાઈ, ઓખા મહીલા મંડળના પ્રમુખ ડો.પુષ્પાબેન સોમૈયા,  મોહનભાઈ બારાઈ, મથુરાદાસ મેધજી ગોકાણી પરિવાર સાથે તમામ રઘુવંશી અગ્રણીયોએ તેમને સુભેચ્છા પાઠવી હતી. તસ્વીરમાં તેજસ્વી વિદ્યાર્થીઓ નજરે પડે છે.

(11:44 am IST)