Gujarati News

Gujarati News

News of Thursday, 23rd July 2020

વેરાવળ સમસ્ત ખારવા જ્ઞાતિ પટેલની બિનહરિફ વરણી

વેરાવળ સમસ્ત ખારવા સમાજના પટેલ અને ઉપપટેલની બીનહરીફ વરણી થયેલ તે પ્રસંગની તસ્વીર. (તસ્વીરઃ દીપક કકકડ.વેરાવળ)

વેરાવળ,તા. ૨૩: વેરાવળ ખારવાવાડ કામનાથ મંદિરે શ્રાવણ માસના પ્રથમ દિવસે વેરાવળ સમસ્ત ખારવા જ્ઞાતિ પટેલની ચુંટણી માટે જ્ઞાતિ આગેવાનોની બેઠક મળી હતી.

આ બેઠકમાં સતત ૧૮ વર્ષથી ચુંટાતા જીતુભાઇ મોહનભાઇ કુહાડાની સને ૨૦૨૦-૨૧માટે પટેલ તરીકે બિનહરિફ વરણી તરીકે બાબુલાલ જેઠાલાલ જુંગી, બાબુભાઇ ત્રીકમભાઇ આગેવાની ફરી બીનહરીફ વરણી કરવામાં આવેલ. ચુંટાયેલ આગેવાનોનું ફુલહાર કરી સન્માન કરવામાં આવેલ હતું

(11:39 am IST)