Gujarati News

Gujarati News

News of Monday, 23rd July 2018

જૂનાગઢ જિલ્લામાં પ્રતિબંધિત બિયારણનું ધૂમ વેચાણ :મોટાપાયે પાક નિષ્ફ્ળ :ખેડૂતોને નુકશાન

 

જૂનાગઢ જિલ્લામાં નકલી બિયારણને કારણે પાક બળી જવાના પુષ્કળ બનાવો બન્યા છે નકલી અને પ્રતિબંધિત બિયારણનું ખુલ્લેઆમ ધૂમ વેચાણ થઇ રહયું છે જેના કારણે ખેડૂતોને પારાવાર નુકશાની વેઠવાનો વારો આવ્યો છે

  જૂનાગઢ જિલ્લામાં પ્રતિબંધિત બિયારણનું ધૂમ વેંચાણ થઇ રહ્યું છે કેન્દ્ર સરકાર દ્વારા જે વીડગાર્ડ નામના બિયારણ ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે તે જૂનાગઢમાં ખુલ્લે આમ વેંચાઇ રહ્યું છે અને તેનો ભોગ ખેડૂતો બની રહ્યા છે.

  જૂનાગઢ જિલ્લાના ગારિયાધાર પંથકમાં ખેડૂતોના પાક બળી જતા મોટી નુકશાનીનો સામનો કરવો પડ્યો છે વાવેતર નિષફ્ળ જતા ખેડૂતોની દશા કફોડી બની છે

(10:59 pm IST)