Gujarati News

Gujarati News

News of Monday, 23rd July 2018

તળાજા બેન્ક ઓફ બરોડાની શાખામાંથી અડધા લાખની લૂંટ

ભાવનગર, તા. ૨૩ :. ભાવનગર જીલ્લાના તળાજામાં બેંક ઓફ બરોડાની શાળામાંથી કોઈ અજાણ્યો શખ્સ ગ્રાહકના રૂ. અડધા લાખનો થેલો લઈ રફુચક્કર  થઈ જતા પોલીસે તપાસ હાથ ધરી છે.મળતી વિગતો મુજબ જીલ્લાના તળાજામાં આવેલ બેન્ક ઓફ બરોડાની શાખામાં કોઈ કિમીયાગર એક ગ્રાહક પાસે રહેલા રૂ. ૫૦ હજારની રોકડ રકમ ભરેલા થેલાની ઉઠાંતરી કરી નાસી છુટયો હતો. આ બનાવની જાણ થતા જ પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને સીસીટીવી કેમેરાના ફુટેજના આધારે તપાસ હાથ ધરી છે.(૨-૨૨)

(3:30 pm IST)