Gujarati News

Gujarati News

News of Monday, 23rd July 2018

આટકોટના પટેલ કન્યા છાત્રાલયમાં થયેલ ૪.ર૦ લાખની ચોરીમાં તપાસનો ધમધમાટ

રાજકોટ, તા., ર૩: આટકોટમાં ભાવનગર રોડ પર આવેલ ડી.બી.પટેલ એજયુકેશન ટ્રસ્ટ શૈક્ષણીક સંકુલની ઓફીસમાં થયેલ ૪.ર૦ લાખની રોકડની ચોરીના બનાવમાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

આ ચોરીના બનાવમાં તસ્કરો કેમેરામાં કેદ થઇ ગયા છે. જો કે તસ્કરોએ મ્હોં ઉપર બુકાની બાંધેલ હોય તેની ઓળખ થઇ શકે તેમ નથી. પોલીસે ઘટના સ્થળ તથા આજુબાજુના અન્ય સીસીટીવી ફુટેજની પણ ચકાસણી હાથ ધરેલ છે. ત્રણેય તસ્કરો આદિવાસી હોવાની પોલીસને શંકા છે. બનાવ અંગે આટકોટના પીએસઆઇ ડી.એલ. ખાચર તથા ટીમે વિવિધ દિશામાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

(12:26 pm IST)