Gujarati News

Gujarati News

News of Monday, 23rd July 2018

ધોરાજીના કલાણામાં ૮૭ વર્ષના પટેલ વૃધ્ધાને છરી ઝીંકીને ૩ બુકાનીધારીઓ દ્વારા લૂંટ

ધોરાજી તા. ૨૩ : ધોરાજીના કલાણા ગામે મોડી રાત્રે ત્રણ બૂકાનીધારી અજાણ્યા શખ્સો પટેલ વૃધ્ધાના મકાન ના તાળા તોડીને ઘરમા ધૂસી છરી વડે હાથમાં ઈજા કરી ૬૦ હજારના મૂદામાલની લૂંટ કરી હોવાની પાટણવાવ પોલીસ મથકે ફરીયાદ નોંધાતાં પોલીસે તપાસ હાથ ધરી છે.

આ અગે પોલીસ મથકેથી જાણવા મળેલી માહિતી મુજબ ધોરાજી ના કલાણા ગામે રહેતા જમનાબેન રત્નાભાઈ કનેરીયા (ઉ.વ.૮૭) જેઓ પોતાના મકાનને તાળા મારી ને ઉધતા હતાં ત્યારે મોડીરાત્રીના ત્રણ અજાણ્યા બૂકાનીધારી શખ્સો ઘરની ડેલીના તાળા તોડી નેધર માધૂસીને ફરિયાદી વૃધ્ધા જમનાબેન રત્નાભાઈ ને છરી વડે હાથ માં ઈજા કરી ને કબાટ માં રાખેલ રોકડ ૨૦ હજાર તથા હાથમાં પહેરેલાં સોના પાટલા કિંમત રૂ ૪૦ હજાર એમ કૂલ રૂ ૬૦ હજારના મૂદામાલની લૂંટ કરી જતાની પોલીસ ફરિયાદ પાટણવાવ પોલીસ મથક ખાતે વૃધ્ધા એ કરતાં પાટણવાવ પોલીસ મથકના પીએસઆઇ ભોજાણી એ અજાણ્યા ત્રણ શખ્સો વિરૂધ્ધ માં લૂટ સહિત ની કલમો હેઠળ ગૂનો નોધી વધૂ તપાસ હાથ ધરાઈ છે.

ધોરાજીના કલાણા ગામે રહેતા પટેલ  વૃધ્ધા જમનાબેન રત્નાભાઈ કનેરીયાના ધરે મોડી રાત્રે ત્રણ બૂકાની ધારી શખસો ઘુસીને એકલા રહેલ વૃધ્ધાને છરી વડે હાથ માં ઈજા કરી ને ૨૦ હજારની રોકડ ૪૦ હજારના સોના દાગીના લૂંટ કરવાના બનાવે પોલીસ ફરિયાદ નોંધાતાં બનાવની જાણ થતાં જેતપુર ડીવાયએસપી ભરવાડ કલાણા દોડી જઈને તપાસ હાથ ધરી હતી.

આ બનાવ અગે જેતપુર નાયબ પોલીસ વડા ભરવાડ નો સપક સાંધતા તેઓએ જણાવ્યું હતું કે ધોરાજીના કલાણા ગામે રહેતા જમનાબેન રત્નાભાઈની ફરિયાદ નોધાવી છે. આ બનાવ અગે પોલીસની ટીમો દ્વારા તપાસ હાથ ધરાઈ છે. આ બનાવ અગે પોલીસ દ્વારા એફએસએલની ટીમ દાવરા તપાસ હાથ ધરાઈ રહી છે.

 

(12:19 pm IST)