Gujarati News

Gujarati News

News of Monday, 23rd July 2018

આટકોટ ખાતે કિશાન દિન નિમિતે બેંક ઓફ ઇન્ડિયા દ્વારા કિશાનોને અપાયા લોન વિતરણનાં મંજૂરી પત્રો

બેંકના વરિષ્ઠ શાખા પ્રબંધક, જોનલ મેનેજર અને ૬ શાખાઓના ખેડુતોની ઉપસ્થિતીમાં યોજાયો કાર્યક્રમ : આટકોટ શાખાના સ્ટાફનું સફળ સંચાલન

 આટકોટ તા.૨૩ : તાજેતરમાં કિશાન દિવસ નિમિતે બેંક ઓફ ઇન્ડિયા આટકોટ શાખા દ્વારા કિશાનોને ધિરાણ તેમજ જૂદી જૂદી લોનનાં મંજૂરી પત્રો વરીષ્ઠ શાખા પ્રબંધક અરૂણકુમાર જૈનના હસ્તે એનાયત કરવામાં આવ્યા હતા.

આટકોટ ખાતે આવેલ પ્રતિક્ષા વિદ્યા સંકુલ ખાતે બેંક ઓફ ઇન્ડિયાની આટકોટ, જીવાપર, જસદણ, વિંછીયા, સરધાર અને કસ્તુરબા ધામની શાખાઓના સંયુકત ઉપક્રમે યોજાયેલા આ કાર્યક્રમમાં બધી બ્રાંચ ખાતેથી આવેલા ખેડુતોને ધિરાણ તેમજ બીજી લોનના મંજૂરીપત્રો વરિષ્ઠ શાખા પ્રબંધક અરૂણકુમાર જૈન, જોનલ મેનેજર મનોજકુમાર અને ડેપ્યુટી મેનેજર તુષાર હાટે દ્વારા આપવામાં આવ્યા હતા.

આ પ્રસંગે આટકોટ ગામના બેંક ઓફ ઇન્ડિયાનાં સૌથી જૂના ગ્રાહક શાંતુભાઇ પંડયા દ્વારા અરૂણકુમાર જૈનનું બુકે આપી સન્માન કરાયુ હતુ. તેમજ અગ્રણી વેપારી સોમનાથ જીનીંગ ફેકટરી જસદણ વાળા રાજુભાઇ જોષી, અશ્વિનભાઇ ભાલાળા, એમ.એમ.યાન વાળા રાજુભાઇ, ગુંદાળા સરપંચ અનિલભાઇ ખોખરીયા તેમજ અનેક વેપારીઓ તેમજ ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. મુખ્ય મહેમાન તરીકે પ્રતિક્ષા વિદ્યા સંકુલના મેનેજીંગ ડીરેકટર અરજણભાઇ રામાણી ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

આટકોટ સહિતની બીજી બ્રાંચમાંથી આવેલા ખેડુત ખાતેદારોને પણ પત્રો એનાયત કરવામાં આવ્યા હતા.

આ કાર્યક્રમમાં આટકોટના બેંક મેનેજર દિપમાલા, જીવાપરના પ્રદિપકુમાર, જસદણના ગોપી રમણ, વિંછીયાના મુદીતકુમાર, સરધારના હીરેન ટીલાળા અને કસ્તુરબાધામના મેનેજર અનવરભાઇ તેમજ ઝોનલ ઓફીસમાંથી ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા.

આ કાર્યક્રમને સફળ બનાવવા આટકોટ શાખાના બ્રાંચ મેનેજર દિપમાલા, મેનેજર દાનીસ હાસમી, જયેશભાઇ કોટક, હિમાંશુ જોયલ, વિજેન્દ્રપાલ, સંતોષ અગ્રવાલ, શિવી કુમારી, ઉપાસના કરલ, બી.વી.દેશાણી, મહેશ દેવગણીયાએ જહેમત ઉઠાવી હતી.

(12:14 pm IST)