Gujarati News

Gujarati News

News of Thursday, 23rd June 2022

સમાજના સભ્યોને અનોખી રીતે રજૂ કરાતા દાઉદી વ્હોરા જ્ઞાતિમાં વેબસિરિઝ સામે ઉગ્ર રોષઃ રાજકોટ કલેકટરને આવેદન

(દુસામુદ્દીન કપાસી દ્વારા) જસદણઃ તા.૨૩: તાજેતરમાં નેટફિલકસ પર શી નામની વેબસિરીઝ પ્રસારિત થઇ જેમાં દાઉદી વ્હોરા સમાજના સભ્યોને હલકાં ચિતરવામાં આવતાં દાઉદી વ્હોરા કોમમાં હાહાકાર મચી જવા પામેલ છે. દાઉદી વ્હોરા સમાજનાં સસભ્યોને આ વેબ સિરીઝમાં અનોખી રીતે પેશ કરતાં સમાજના મોભીઓમાં ભારે રોષ ભભુકી ઉઠયો છ ેજો કે આ વેબસિરીઝનો પ્રથમ વિરોધ  રાજકોટમાં છેવાડાના ગરીબ માનવી સુધી પહોંચી સેવાની ઘૂણી ધખાવીને કામ કરતી બીંઇંગ યુનાઇટેડ એનજીઓ સંસ્થા દ્વારા કરવામાં આવતા તેમને દેશ વિદેશમાંથી વ્હોરા સમાજના લોકોનું પ્રચંડ જનસમર્થન મળી રહ્યું છે

રાજકોટની  આ સંસ્થાએ આ વેબસિરીઝ બંધ થાય એ બનાવનાર સામે આકરા શિક્ષાત્મક પગલાં ભરવામાં આવ તે માટે રાજકોટ  કલેકટરને આવેદનપત્ર પાઠવવાનો એક કાર્યક્રમ  રાખેલ છે જેમાં પોતાના ધંધા રોજગાર છોડી હજ્જારો દાઉદી વ્હોરા બિરાદરો ઉમટી પડી આ વેબ સીરીઝનો ઉગ્ર વિરોધ કરશે

આ અંગે બીંઇંગ યુનાઇટેડ એનજીઓના પ્રમુખ ઇબ્રાહિમભાઇ સોનીએ જણાવ્યું હતું કે પ્રથમ આ વેબ સિરીઝનો વિરોધ કર્યો એનું મુખ્ય કારણ એ હતું કે શી નામની વેબ સિરીઝમાં જે દ્રશ્યો અને સવાંદથી દાઉદી વ્હોરા સમાજની જે લાગણી દુભાઇ છે એને  આવનારી પેઢીઓ પણ ભુલી નહી શકે કોઇ પણ સંજોગોમાં નેટ ફિલકસ પરથી આ વેબ સિરીઝ હટવી જ જોઇએ એટલે કાયદાનો સહકાર લઇ ગુરુવારે રાજકોટ જીલ્લા સેવા સદન ખાતે કલેકટરને આવેદનપત્ર આપવામાં આવશે

(1:13 pm IST)