Gujarati News

Gujarati News

News of Saturday, 23rd June 2018

જસદણના ગ્રામ્ય વિસ્તારો અને અમરેલીમાં વરસાદઃ રસ્તા ઉપર પાણી ફરી વળ્યા

અમરેલી-આટકોટ, તા. ૨૩ :. ગઈકાલ સાંજથી વાતાવરણમાં પલ્ટો આવ્યો છે અને કયાંક ભારે તો કોઈ જગ્યાએ હળવો વરસી જાય છે ત્યારે આજે અમરેલી શહેરમાં અને જસદણના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડયો છે.

જસદણ તાલુકાના સનાળી, પીપરડી, દેવધરી, ઘેલા સોમનાથ, રૂપાવટી, થોરીયાળી સહિતના ગામોમાં ધોધમાર વરસાદ પડયો છે.

બપોરે અમરેલી શહેરમાં પણ વરસાદ વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.

આ લખાય છે ત્યારે સાંજે ૪.૩૦ વાગ્યા આસપાસ રાજકોટમાં ધૂપછાંવવાળુ વાતાવરણ છવાયેલુ છે.

(4:28 pm IST)