Gujarati News

Gujarati News

News of Saturday, 23rd June 2018

દલીતો ઉપરના અત્યાચારોમાં વધારો

સંગઠીત થવા ધોરાજી ઉપલેટા કોંગ્રેસના ધારાસભ્ય લલીતભાઇ વસોયાની હાકલ

ઉપલેટા તા ૨૩ : સોૈરાષ્ટ્રના યુવા પાટીદાર નેતા અને ધોરાજી ઉપલેટાના કોંગ્રેસના ધારાસભ્ય લલીતભાઇ વસોયા એ દલીતોને સંગઠીત થવાની હાકલ કરતા એક  નિવેદનમાં જણાવેલ છે કે ભાજપ સતા મેળવવા ગમે તે જ્ઞાતીનો ઉપયોગકરી પછી તું કોણ અને હું કોણ ની નીતી અપનાવે છે તે ખુલ્લુ પડી ગયું છે હવે મતદારો તેમને ઓળખી ગયા છે એટલે જ દરેક નાની મોટી ચુંટણીમાં તેમને પછડાટ મળી રહી છે.

ભાજપને ગરીબો અને દલીતો પ્રત્યે મોટી સુગ છે જયારથી કેન્દ્ર અને રાજયોમાં ભાજપ સતા ઉપર આવ્યા પછી યેનકેન પ્રકારે ભાજપના કહેવાતા ગોૈભકતો અને અન્યો દ્વારા  છાશવારે દલીતો ઉપર અત્યાચારો કરવામાં આવે છે દલીતો લગ્નમાં ઘોડા ઉપર વરઘોડો કાઢે તો અટકાવી ગાળો કાઢી અત્યાચાર કરવામાં આવે છે. ગાયોના નામે ગામમાં પાણી ભરવા બાબતે હળધુત કરી માર મારવામાં આવે ત્યારે હવે દલીતો સંગઠન થઇ ૨૦૧૯ ની  લોકસભાની ચુંટણીમાં ભાજપને ધુળ ચાટતું કરે ત્યારે તેમની શાન ઠેકાણે આવશે એવું અંતમાં આહવાન કરેલ છે.

(11:49 am IST)