Gujarati News

Gujarati News

News of Saturday, 23rd June 2018

ગોંડલના બિલીયાળામાં પ્રેમીએ પ્રેમિકાને કુવામાં ધક્કો મારી દીધો

કુવામાંથી દેકારો કરતા બહાર કાઢીને સારવારમાં ખસેડાઇ

ગોંડલ તા. ૨૩ : ગોંડલ શહેરના તુલસી બાગમાં પ્રેમમાં નાસીપાસ થયેલ સગીર વયની યુવતી આત્મહત્યા કર્યાની ઘટનાની શાહી હજી સુકાઈ નથી ત્યાં જ તાલુકાના બિલિયાળા ગામે પ્રેમીએ પ્રેમિકાને કુવા ની પાળે બોલાવી ધક્કો મારી દેતા બૂમાબૂમ મચી જવા પામી હતી ઘટના અંગે પોલીસ ફરિયાદ નોંધાવા પામી છે.

પ્રાપ્ત વિગતો મુજબ પ્રેમમાં દગો આપવાનો સિલસિલો ગોંડલ તાલુકામાં જાણે આમ બની ગયો હોય તેમ તુલસી બાગ માં સગીરાએ આત્મહત્યા કર્યાની ઘટના શહેરીજનોના માણસ માંથી વિસરાઈ નથી ત્યાં જ ગોંડલ તાલુકાના બિલિયાળા ગામે સગીરવયની પ્રેમિકાને સુભાષ ઉર્ફે પોપટ રમેશભાઈ નામના યુવાને કુવાની પાસે બોલાવી સગીર પ્રેમિકા ને કૂવાના પાણીમાં ધક્કો મારી દેતા સગીરાએ કુવાની અંદર બૂમાબૂમ કરી મૂકી હતી એકાએક અવાજ સાંભળી જતા આસપાસથી લોકો દોડી આવ્યા હતા અને સગીરાને બહાર કાઢી સારવાર અપાવી હતી ઘટના અંગે તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા ઇન્ચાર્જ પી.એસ.આઇ મીઠાપરા એ તપાસ હાથ ધરી છે.

સગીરવયની પ્રેમિકા અને પ્રેમી વચ્ચે છેલ્લા એક વર્ષથી પ્રેમ સંબંધ હતો ગતરાત્રીના કૂવાની પાળે મળ્યા ત્યારે સગીરાએ લગ્નનું જણાવતા યુવકે આવેશમાં આવી પ્રેમિકાને કૂવાના
પાણીમાં ધક્કો મારી દીધો હોવાનું  પોલીસ સૂત્રોએ જણાવ્યું  હતું.

(11:46 am IST)