Gujarati News

Gujarati News

News of Saturday, 23rd June 2018

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ચારેય તાલુકામાં યોગદિને હજાર વિદ્યાર્થીઓ યોગમાં જોડાયા

દેવભૂમિ દ્વારકા તા.ર૩ : જિલ્લાના ખંભાળિયા ભાણવડ દ્વારકા તથા કલ્યાપુર તાલુકાની માધ્યમિક તથા ઉ.મા.શાળાઓમાં હજારો વિદ્યાર્થીઓ દ્વારા સામુહિક રીતે વ્યાયમ શિક્ષણની ઉપસ્થિતીમાં ગ્રામજનો તથા શહેરીજનોની સાથે યોગાસન પ્રાણાયમ કરીને યોગદિનની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી.

ખંભાળિયાની એસ.એન.ડી.ટી. હાઇસ્કુલ વારોતરીયા કન્યા સ્કુલ, નવચેતન સ્કુલ, રાજકુમાર સ્કુલ, આદર્શ શાળા, કલ્યાણપુરની ગો.લી. હાથી સ્કુલ, મ.જ.સુચક સ્કુલ, એન.ડી.એચ. હાઇસ્કુલ દ્વારકા, વરવાળા કર્મંયોગ હાઇસ્કુલ, કે. કે. દાવડા હાઇસ્કુલ કલ્યાણપુર, નવયુગ હાઇસ્કુલ વાડીનાર, કસ્તુરબા ગાંધી વિદ્યાલય ભાટીયા, દાનેવ વિદ્યાલય લાંબા, ગ્રામપંચાયત હાઇસ્કુલ ઓખા, મા.શા.રણજીતપુર, ભાણવડની શાળાઓ ભાટીયા પી.આર.એલ.શાળા, જી. વી.જે. હાઇસ્કુલ તથા સરકારી કોલેજ ખાતે યોગદિનની ઉજવણી માટે ઉત્સાહ પૂર્વક કરવામાં આવી હતી.

મીઠાપુરમાં વિશિષ્ટ ઉજવણી

આંતરરાષ્ટ્રીય યોગાદિન નિમિતે મીઠાપુરની ટાટા હાઇસ્કુલ ખાતે એન.સી.સી.ના  કેડેટો દ્વારા વિશષ્ટ રીતે ઉજવણી કરવામાં આવી હતી.

જિ.શિ.શ્રી એસ.જ.ડુમરાળિયા તથા જિલ્લા રમત ગમત અધિકારી ભાવેશભાઇ રાવલિયાના માર્ગદર્શન હેઠળ કામગીરી કરાઇ હતી.(૬.૯)

(9:21 am IST)