Gujarati News

Gujarati News

News of Saturday, 23rd May 2020

કાજલી યાર્ડમાં ચણાની ધુમ આવકઃ

પ્રભાસ પાટણઃ ત્રીજા લોકડાઉનથી માર્કેટીંગ યાર્ડ શરૂ કરવામાં આવ્યા હતા. ખેડૂતો તેમની જીવાદોરી સમાન ખેતજણસનું વેચાણ કરવા માટે માર્કેટીંગ યાર્ડમાં આવી રહ્યા છે. ચણાના ૨૦ કિલોગ્રામના ટેકાના ભાવ રૂ.૯૭૫ સરકારશ્રીએ નક્કી કર્યા છે. તે મુજબ હાલમાં સરકારશ્રી દ્રારા ખેડૂતો પાસેથી ચણાની ખરીદી કરવામાં આવી રહી છે.વેરાવળ તાલુકા માંથી ૧૭૮૬ અને તાલાળા તાલુકા માંથી ૨૩૪૬ ખેડૂતોએ તેમના ચણાનું વેચાણ કરવા માટે ઓનલાઈન રજીસ્ટે્શન કરાવ્યું છે. કાજલી માર્કેટીંગ યાર્ડમાં તા. ૫ મે થી અત્યાર સુધી ૧૭૨૨ ખેડૂતોના ૩૦૧૨ મેટ્રીકટન ચણાની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી છે. રાજય સરકારની ગાઈડ લાઈન મુજબ ખેડૂત પાસેથી ૧ હેકટરે ૧૨૮૦ અને ૨ હેકટરે ૨૫૦૦ કિલોગ્રામ ચણાની ખરીદી કરવામાં આવી રહી છે. ગુજકોમાસોલ દ્રારા ખેડૂત પાસેથી ચણાનું સેમ્પલ લઈ તેનું પૃથ્થકરણ કરી ચણાની ખરીદી કરવામાં આવી રહી છે. ચણાની ખરીદીના પૈસા સીધા ખેડૂતના ખાતામાં ઓનલાઈન જમા થાય છે. યાર્ડ સવારે ૮ વાગ્યા થી સાંજે ૫ વાગ્યા સુધી ખુલ્લું રહે છે અને ચણાની ખરીદી બપોરે ૨ વાગ્યા સુધીમાં કરવામાં આવે છે. આ યાર્ડમાં ૧૫૦ વધુ મજુરો રોજગારી મેળવી રહ્યા છે.યાર્ડના ચેરમેનશ્રી ગોવિંદભાઇ પરમાર, સેક્રેટરી કાળુભાઈ ડોડીયા, દેવગીરી બાપુ ગુજકોમાસોલના નરેન્દ્રસિંહ પરમાર, ગ્રામ સેવક ભાવેશભાઈ ખેર તેમની ફરજ બજાવી રહ્યા છે.યાર્ડમાં ચણા ઠાલવતા ખેડૂતોની તસ્વીર.(તસ્વીરઃ દેવાભાઈ રાઠોડ.પ્રભાસ પાટણ)

(12:08 pm IST)