Gujarati News

Gujarati News

News of Saturday, 23rd May 2020

કચ્છમાં કોરોનાના દર્દીઓનો આંકડો વધીને ૬૪: ૨૧ દિ'ની દીકરી સહિત વધુ ૩ કોરોના પોઝિટિવ

રેડઝોનમાંથી હજીયે ધસારો : મોટાભાગના દર્દીઓ બહારના : નાની બાળકી માતા પણ હોસ્પિટલમાં

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૨૩ :  કચ્છમાં આજે વધુ ૩ દર્દીઓ કોરોના પોઝિટિવ હોવાનું ડીડીઓ પ્રભવ જોશીની યાદીમાં જણાવાયું છે. જેમાં કટારીયા (ભચાઉ) ની ૨૧ દિવસની બાળકી, તેમજ રાપરના સેલારીના ૩૮ વર્ષીય પુરુષ, દુધઈ (અંજાર)ના ૩૩ વર્ષીય પુરુષને કોરોના પોઝિટિવ હોવાનું જણાવાયું છે.

નાની ૨૧ દિવસની હોઈ તેની સાથે તેની માતાને પણ હોસ્પિટલમાં દાખલ કરાઈ છે. માતા નેગેટિવ છે. આ સાથે જ કચ્છમાં કોરોનાના દર્દીઓનો આંકડો વધીને ૬૪ ઉપર પહોંચ્યો છે.

જેમાં ૫૬ જેટલા દર્દીઓ તો રેડઝોન મુંબઈમાંથીઙ્ગ કચ્છ આવનારા છે. જોકે, રેડઝોન મુંબઈથી હજીયે કચ્છ તરફ લોકોનો ધસારો યથાવત છે. જેને પગલે સ્થાનિકે કચ્છમાં ભારે ચિંતાનો માહોલ છે.

(11:13 am IST)