Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd May 2018

માંગરોળના ગોરેજમાં સગીરા ઉપર દુષ્કર્મનો પ્રયાસ

ધુપ-દિપ કરવા ગયેલ સગીરાને શખ્સો ખાડામાં લઇ ગયાઃ ગામના એક વ્યકિત આવી જતા ત્રણેય નાસી છુટયા

જુનાગઢ તા.૨૩: માંગરોળના ગોરેજ ગામે સુરાપુરાને ધુપ-દિપ કરવા ગયેલી સગીરાને ખેંચીને ખાડામાં લઇ તેણી ઉપર ત્રણ શખ્સોએ દુષ્કર્મનો પ્રયાસ કર્યો હોવાનો બનાવ પોલીસ દફતરે નોંધાતા સમગ્ર માંગરોળ પંથકમાં ચકચાર  વ્યાપી ગઇ છે.

 આ બનાવની વિગતો એવી છે કે, માંગરોળ તાલુકાના ગોરેજ ગામે રહેતા એક પરિવારની સગીર વયની પુત્રી ગઇકાલે સવારે ૭ વાગ્યાના અરસામાં તેમના સુરાપુરા દાદાનાં મંદિરે ધુપ-દિપ કરવા ગઇ હતી.

 ત્યારે ગોરેજનો ભરત કાળા ચુડાસમા એ સગીરાને મુંગો દઇ ખાડામાં ખેંચી ગયો હતો.

જયાં મોબાઇલમાં સગીરાનો ફોટો પાડી લઇ વીરમ હીરા અને કના મોહન નામના શખ્સે સગીરાને ભરત કાના સાથે શરીર સંબંધ બાંધવાનું કહીને ધમકી આપી હતી.

 આ દરમ્યાન ગામના જ અશોક રાજાભાઇ મકવાણા જોઇ જતાં ત્રણેય શખ્સો સગીરાને છોડીને નાસી ગયા હતા.

આ અંગે સગીરાની માતાએ ફરીયાદ નોંધાવતા પી.એસ.આઇ ઉંજીયાએ તપાસ હાથ ધરી છે.

 નરાધમોની હરકતથી માંગરોળ વિસ્તારમાં ચકચાર સાથે સનસનાટી મચી જવા પામી છે.

(12:09 pm IST)