Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd May 2018

પોરબંદરમાં મેગા યુથ ફીએસ્ટા નું ઉદઘાટન

 પોરબંદર : લોહાણા મહાજન, લોહાણા ગલોબલ મેટ્રીમોની તેમજ શ્રી પોરબંદર લોહાણા મહિલા સમાજ મેરેજ બ્યુરોના સંયુકત ઉપક્રમે ડોકટર, એન્જીનીયર સી.એ., માસ્ટર્સ વગેરે હાઇલી કવોલીફાઇડ-પ્રોફેશનલ કવોલીફીકેશન ધરાવતા લોહાણા જ્ઞાતિના લગ્નોત્સુક યુવક યુવતિઓ માટેના અનોખા મેગા મેટ્રીમોનીયલ ફીએસ્ટા ૨૦૧૮- ગેટ ટુગેધર યોજાયેલ હતું. ઉદઘાટન શ્રી જયોતિબેન તથા ક્રાંતિભાઇ મોનાણી ગેટ-ટુગેધર બુકના મુખ્ય સહયોગી-તેમજ પદુભાઇ રાયચુરા, વિજયાબેન મોહનભાઇ કોટેચા, સંજયભાઇ કારીયા, રાજેશભાઇ લાખાણી, સુરેશભાઇ કોટેચા, ડો. જયેન્દ્રભાઇ કારીયા, હસુભાઇ બુધ્ધદેવ, વંદનાબેન રૂપારેલ, દુર્ગાબેન લાદીવાલા વગેરે દ્વારા કરવામાં આવેલ. આ આયોજનમાં ૫૮ યુવતીઓ અને ૪૨ યુવકો તેમ કુલ ૧૦૦ યુવક યુવતીઓએ સહભાગી બની પોતાનો પરિચય આપેલ, અને બપોરના ભોજન બાદ યુવક યુવતીઓ તેમજ તેમના પરિવારો વચ્ચે મીટીંગ્ઝનું આયોજન સ્થળ પર જ કરવામાં આવેલ હતું. સમગ્ર આયોજન માટે વિજયભાઇ મજીઠીયા, જયેશભાઇ પતાણી, પ્રિતેશભાઇ લાખાણી, નીતીનભાઇ કોટેચા, જયેશભાઇ હિંડોચા, જયસુખભાઇ રાયઠઠ્ઠા, શ્રી વિજયભાઇ દતાણી, જીતેશભાઇ રાયઠઠ્ઠા, ઇલાબેન ઠક્કર, ખુશ્બુબેન ઉનડકટ, તથા તેમની ટીમ લોહાણા મહિલા સમાજ -મેરેજબ્યુરોના સર્વે મેમ્બર્સે વિણાબેન થોભાણી, જયોત્સનાબેન કોટેચા, શારદાબેન રાજાણી, પ્રફુલાબેન કોટેચા, જયાબેન મોનાણી દુર્ગાબેન લાદીવાલા વગેરેએ જહેમત ઉઠાવેલ હતી. કાર્યક્રમના ઉદઘાટનની તસ્વીર. (૧.૫)

(12:03 pm IST)